મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના કોઠારપુરા ગામે પીવાના પાણીની પાઇપલાઇન ચોકઅપ થવાના કારણે પાણી બંધ થયેલ હતું જે તંત્ર દ્વારા તુરંતજ કામગીરી કરીને નવીન પાઇપલાઇન નાંખીને ગ્રામજનોની પાણીની સમસ્યા તુર્તજ હલ કરી હતી. આજે કોઠારપુરા ગામમાં પાણી સમસ્યા તંત્રની ઝડપી કામગીરીના પગલે ગણતરીના સમયમાં હલ થઇ છે. આ બાબતે ગામના સરપંચશ્રી અને તલાટીશ્રીએ જિલ્લા પંચાયતને પત્ર લખી કોઠારપુરા ગામમાં પાણીની સમસ્યા હલ થઇ છે તેવું જણાવેલ છે તેમ જિલ્લા વિકાસ અધિકારી મહેસાણાની અખબારી યાદીમાં જણાવાયું છે.

Contribute Your Support by Sharing this News: