બાયડ તાલુકાના તેનપુર ગામના યુવકનો રીપોર્ટ પોઝેટીવ આવતા અરવલ્લીમાં કુલ ૧૯ કેસ નોધાયા ગામના લોકોની અવરજવર પ્રતિબંધ – તેનપુર ગામને બફરઝોન જાહેર કરવામાં આવ્યું

ગમ્યું તો આગળ શેર કરો.

અરવલ્લી —  બાયડ તાલુકાના  તેનપુર ગામમાં રહેતા ૨૫ વર્ષીય નવયુવાન નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા ગામને કન્ટેન્મેન્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે . આ યુવાન ગાંધીનગર રહેતો હતો અને ત્યાંથી પોતાના વતન તેનપુર ખાતે આવ્યો .આરોગ્ય કેન્દ્ર દ્વારા પ્રાથમિક તપાસ માટે સેમ્પલનું પરિક્ષણ કરતા યુવાનનો રીપોટ પોઝીટીવ આવતા  અરવલ્લી જીલ્લા તંત્ર એકદમ હરકતમાં આવી જતા આરોગ્ય કેન્દ્રની ટીમો વધુ તપાસ માટે ગામમાં ઉતારી દેવામાં આવી  . યુવાન જેટલા વ્યક્તિઓના સંપર્કમાં આવ્યો છો તેમનું સ્ક્રીનીગ અને તપાસ શરુ કરી દેવામાં આવી છે તેમજ તેઓને સીધા સંપર્કમાં આવનારને કવોરટાઈન કરવા માટે કાર્ય હાથ ધરી છે તેમજ તેમના સેમ્પલ લઇ પ્રાથમિક તપાસ માટે મોકલવામાં આવશે . તંત્ર દ્વારા ગામની આજુબાજુના પાંચ કીલોમીટર  ત્રિજ્યામાં આવતા તમામ ગામને બફરઝોન જાહેર કરીને નિયમોને કડક કરી કાયદેસરના પગલા ભરવાની તજવીજ હાથ ધરી છે .યુવકને બાયડની વાત્રક કોવિડ  ૧૯ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલી દેવામાં આવેલ છે . ત્રીજી ત્રીજી મે પૂર્ણ થતા લોક ડાઉન ૨.૦ ના અંતમાં કેસ નોંધાતા તંત્ર સાવધ થઇ ગયું છે સરકાર દ્રારા  અરવલ્લી જિલ્લાને રેડ ઝોનમાં મુકવામાં આવ્યું છે .જેને લીધે વધુ સાવચેતી રાખવી પ્રજા માટે જરૂરી છે .

અહેવાલ – વિક્રમ દરજી -અરવલ્લી

ગમ્યું તો આગળ શેર કરો.