બહુચર સેવા સમાજ દ્વારા તકતી અનાવરણ વિધિ- દાતાશ્રીઓનો સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો

શેર કરવા અહીં ક્લિક કરો.

મજબૂત સમાજની રચનામાં સેવાભાવી સંસ્થાઓનો સિંહફાળોઆયોજનપંચ ઉપાધ્યક્ષશ્રી નરહરીઅમીન

તીર્થધામોમાં ધર્મશાળાનું નિર્માણ સમાજના વડીલોની દિર્ઘદષ્ટી છે

મહેસાણા

મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતે રાજ્ય આયોજન પંચના ઉપાધ્યક્ષ નરહરીઅમીનની ઉપસ્થિતિમાં બહુચર સેવા સમાજ દ્વારા તકતી અનાવરણ વિધિ તેમજ દાતાશ્રીઓનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો..

રાજ્યના આયોજનપંચના ઉપાધ્યક્ષ નરહરીભાઇ અમીને જણાવ્યું હતું કે સેવાભાવી સંસ્થાઓ અને ટ્રસ્ટ્રો મજબુત સમાજ રચનામાં પાયાની ઇંટ સમાન હોય છે જેનો લાભ કોઇ એકને નહીં પરંતુ સમસ્ત સમાજને મળતો હોય છે.

તીર્થધામ બહુચરાજીમાં શ્રી બહુચર સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા એસ.ટી વર્કશોપની સામે બંધાયેલી નારણપુરાવાડીમાં રૂમોના દાતાશ્રીઓનો અભિવાદન સમારોહ અને રૂમોના તકતીઓનું અનાવરણ કાર્યક્રમ  યોજાયો હતો.

આયોજનપંચ ઉપાધ્યક્ષશ્રી નરહરીભાઇ અમીને જણાવ્યું હતું કે તીર્થધામમાં દર્શનાર્થે આવતા સમાજના લોકોને રહેવા-જમવાની કોઇ તકલીફ ન પડે તે માટે સમાજે ટ્રસ્ટ પણ અહીં ધર્મશાળા બનાવી દુરંદેશીતા દાખવી છે. ટ્રસ્ટ દ્વારા સમાજની એકતા અને સંગઠન ઉપરાંત જરૂરીયાતમંદોને પગભર કરવાની પ્રવૃતિઓ પણ શરૂ કરવા સુચન કર્યું હતું. ઉપાધ્યક્ષશ્રીએ દાતાઓના સહયોગને બિરદાવતાં જણાવ્યું કે સમાજને ધબકતો રાખવાનું કામ દાતાઓ થકીજ શક્ય બને છે.

આ પ્રસંગે બહુચરાજીના ધારાસભ્યશ્રી ભરતજી ઠાકોર,સરપંચ દેવાંગ પંડ્યા,ટ્રસ્ટના પ્રમુખ બળવંતભાઇ પટેલ,ટ્રસ્ટી દશરથભાઇ પટેલ સહિત ટ્રસ્ટના હોદ્દેદારો અને સમાજના ભાઇઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અંતમાં ટ્રસ્ટી એડવોકેટ રમેશભાઇ ઓઝાએ આભાર વિધિ કરી હતી

શેર કરવા અહીં ક્લિક કરો.