બનાસકાંઠામા લોકડાઉનમા ફસાયેલા મુંબઈ વાસીઓને વિદાય કરાયા

ગમ્યું તો આગળ શેર કરો.
કોરાના વાયરસના કારણે લોક ડાઉન દરમિયાન મુંબઈમાં વસતા અને બનાસકાંઠા જિલ્લામાં વિવિધ સ્થળે ફસાયેલા ૨૫ જેટલા લોકોને  વહીવટી તંત્રની મંજૂરીથી બ્રહ્માણી યુવક મંડળ પુરબિયા પરિવાર વડગામ થી અને પાલનપુરથી મુંબઈ માટે  લકઝરી બસ દ્રારા રવાના કરવામાં અાવ્યા હતા.
લોકડાઉનની ભારે ઇનિંગ બાદ વિવિધ પ્રાંતના લોકો માટે સરકાર દ્વારા પોતાના વતન પરત ફરવા માટે ઓનલાઈન અરજી દ્વારા જિલ્લા તાલુકામાં સર્વે મુજબ આંતર રાજયમા જવા માટે ટ્રેન બસો દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવી છે.ત્યારે લોકડાઉન પહેલા  મુંબઈ ખાતેથી પોતાના માદરે વતન આવેલા અને સામાજીક કામથી રોકાયેલા બનાસકાંઠા જિલ્લામાં બે મહિનાથી રોકાયેલા વાલ્મીકિ સમાજના લોકો કે જેઓ મુંબઈથી પોતાના પરિવાર સાથે ધંધા રોજગાર માટે રહેતા હતા. લોકો લાંબા લોકડાઉનમા બનાસકાંઠામા ફસાઈ જતાં એમની પરિસ્થિતિ કફોડી બની હતી.જ્યારે સરકાર દ્વારા ત્રીજા લોકડાઉનમા મજૂર વર્ગના લોકો માટે પર પ્રાંત જવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે કોરોના વાયરસના કારણે લોક ડાઉન દરમિયાન મુંબઈમાં વસતા અને બનાસકાંઠા જિલ્લામાં વિવિધ સ્થળે ફસાયેલા ૨૫ જેટલા લોકોને વહીવટ તંત્રની મંજૂરી થી બ્રહ્માણી યુવક મંડળ પુરબિયા પરિવાર વડગામ થી અને પાલનપુર થી મુંબઈ માટે લકઝરી બસ દ્રારા રવાના કરવામાં અાવ્યા હતા અને ફસાયેલા લોકોને વહીવટી મંજુરી માટે પ્રમુખ રાજુભાઈ પુરબિયા અને સલાહકાર ગણેશભાઈ પુરબિયાની મહેનતથી તંત્ર સાથે રજૂઆત કરી સમાજ ના અાગેવાનો અને સર્વે ભાઈઓએ ખુબ મહેનત કરી હતી. પરિણામે મુંબઈ રવાના થયેલા લોકોનું પરીવાર સાથે મિલન થશે. મુંબઈ જતાં લોકો લોક ડાઉનની લાંબી પરિસ્થિતિમાં હજારો કિલોમીટર વિખૂટેલા પરિવાર પારાવાર ચિંતાતુર હતા પણ જ્યારે ફસાયેલા લોકો માટે પાસની અને લક્ઝરી બસની વ્યવસ્થા જોઈ લોકોએ દિલથી આભાર માન્યો હતો.
અહેવાલ : જયંતિ મેતિયા
ગમ્યું તો આગળ શેર કરો.