જમીન વિકાસ નિગમ બાદ વધુ એક મોટી સફળતા ACBને હાથ લાગી છે. બનાસકાંઠાનાં દાંતીવાડામાં ACBની ટ્રેપ સફળ રહી હતી. દાંતીવાડા કોલોનીમાં RFO આજે ACB ટ્રેપમાં રંગેહાથે લાંચ લેતા ઝડપાયા હતા. RFOએ લાકડા ભરેલા ટ્રેક્ટર અને ટેમ્પોને પસાર થવા દેવા માટે 12 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. વનવિભાગની નોર્મલ રેંજનાં RFO 1200ની લાંચ લેતા ACBનાં હાથે રંગેહાથે ઝડપાઇ ગયા હતા. RFO ચંદ્રકાંત જોશીએ અરજદારને લાકડાનાં ટ્રેક્ટરની હેરાફેરી સામે કોઇ કાર્યવાહી ના કરવા માટે 12 હજારની લાંચ માંગી હતી. ACBએ ગોઠવેલા છટકામાં RFO ચંદ્રકાંત જોશી રંગેહાથે ઝડપાઇ ગયા હતા. RFOનાં ઘરે તપાસ કરતા 14 લાખ રૂપિયા પણ મળી આવ્યા હતા. આ મામલે ACB પી.આઇ કે.જે.પટેલની ટીમે વધુ તપાસ હાથ ધરી છે. ACBએ લાંચિયા અધિકારીઓ પર તવાઇ લાવવાની શરૂઆત કરતા લાંચ લેનારા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.