બનાસકાંઠા જિલ્લાના ઇકબાલગઢમાં ૩૮ વર્ષ પહેલા એક કોન્સ્ટેબલની હત્યા કરી બેન્ક માંથી સનસનીખેજ લૂંટ કરનાર ખૂંખાર ડાકુ ને પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડયો છે. અનેક ગંભીર ગુનાઓને અંજામ આપનારા ખૂંખાર ડાકુ ને 38 વર્ષ બાદ ઝડપી પોલીસ પાલનપુર લાવવા માટે તજવીજ હાથ ધરી છે.
ઇકબાલગઢમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ની શાખા ને ૩૮ વર્ષ પહેલા રાજસ્થાનમાં એક ડાકુએ ટાર્ગેટ બનાવી હતી. જેમાં સતીસદાનસિંહ રાઠોડ નામના ડાકુએ તેના સાગરિતો સાથે મળી આ બેંકમાં લૂંટ ચલાવી હતી. ૧૯૮૨ માં આ બેન્ક ની અંદર આવેલા બંદૂકધારી ડાકુઓએ બેંકના મેનેજર ને બંદૂક મારી લૂંટ ચલાવી રહ્યા હતી. જોકે તે સમયે પોલીસ આવી જતાં શિવદત્તભાઈ શર્મા નામના બાહોશ પોલીસે આ ખૂંખાર ડાકુ ને રોકવાનો પ્રયાસ કરતા તેને પણ ગોળીથી વીંધી નાખી 1.32 લાખ રૂપિયાની લૂંટ કરી ત્યાંથી ફરાર થઈ ગયા હતા જોકે ત્યાર બાદ આજ સુધી આ ડાકુ નો કોઈ જ પત્તો મળ્યો ન હતો. જો કે ગઈકાલે બનાસકાંઠા જિલ્લા એસ.ઓ.જી ને જાણ થતાં જ તેઓએ તપાસ હાથ ધરી હતી અને બાડમેર ના ગડરા ગામે થી આ ખૂંખાર ડાકુ ને ઝડપી પાડયો છે. 38 વર્ષ પહેલા લૂંટ અને હત્યા જેવા ગંભીર ગુનાઓને અંજામ આપી નાસતા ફરતા આરોપીને બનાસકાંઠા જિલ્લા પોલીસે ઝડપી પડતા મોટી સફળતા મળી છે.  અને તેને બનાસકાંઠા લાવવા માટેની પોલીસે તજવીજ હાથ ધરી છે.
અહેવાલ : જયંતિ મેતિયા
Contribute Your Support by Sharing this News: