બનાસકાંઠામાં લોકડાઉન હળવુ બનતા જ કોરોના વિસ્ફોટ : નવા ૧૨ કેસ નોંધાયા

શેર કરવા અહીં ક્લિક કરો.
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં ન ભૂતો ન ભવિષ્યતી સમાન ઘટસ્ફોટ થયો છે. લક્ષણો ધરાવતાં અને અસરગ્રસ્ત હોય તેવા લોકોના પોઝીટીવ રિપોર્ટ તો આવી શકે છે. જો કે રેન્ડમલી એટલે કે અણધાર્યા સેમ્પલ લેતાં સૌથી મોટી વાત સામે આવી છે. વડગામ તાલુકાના અલગ અલગ ગામની એકસાથે ૧૦ સગર્ભા માતાને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. બાળક જન્મે તે પહેલાં કોરોના આવતાં પરિજનોમાં પણ ફફડાટ ફેલાયો છે. સગર્ભાને અત્યંત કાળજી પૂર્વકના દિવસો દરમ્યાન કોરોના થયો હોઇ તમામ પરિવારોના પગ તળે જમીન ખસી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. હવે માતા અને જન્મ લેનાર બાળકને કોરોના મુક્ત કરવા સૌથી વધુ મહત્વનું બન્યું છે. એક સાથે ૮ ગામની કુલ ૧૦ સગર્ભાને લક્ષણો ન હોવાં છતાં કેવી રીતે કોરોના આવ્યો તે તપાસનો વિષય બન્યો છે. આરોગ્ય વિભાગે સગર્ભા મહિલાની વિગતો મેળવવા કવાયત હાથ ધરી હોઇ સંક્રમણ શોધવું જરૂરી બન્યું છે. આ તરફ ડીસામાં તાજી જન્મેલી બાળકીને કોરોના પોઝીટીવ આવતાં માતા પિતા માટે મુશ્કેલ ભરી નોબત આવી પડી છે. જો જે આરોગ્ય વિભાગે મહિલાઓને શારીરિક અને માનસીક રીતે સ્વસ્થ રહે તે માટે હોમ આઇશોલેશન કરી છે. બનાસકાંઠા જિલ્લામાં અેકસાથે નવા ૧૨ કેસ આવતાં દોડધામ મચી ગઇ છે.
અહેવાલ : જયંતિ મેતિયા, પાલનપુર બનાસકાંઠા
શેર કરવા અહીં ક્લિક કરો.