ગરવીતાકાત,બનાસકાંઠા(તારીખ:૩૦)

સરકારી ડોકટરોના ખાનગી દવાખાનાઓ માંથી સરકારી દવાનો જથ્થો જપ્ત કરાયોઃ ગુલ્લી મારતા કર્મચારીઓમાં ફફડાટ

બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગના ઓચિંતી ચેકીંગમાં ખાનગી પેક્ટિસ કરતા ત્રણ સરકારી ડોકટરો જિલ્લા આરોગ્ય અધિકારીના હાથે ઝડપાઇ જતા તેમજ તેમના ખાનગી દવાખાનાઓ માંથી સરકારી દવાનો જથ્થો મળી આવતા આ ત્રણ સરકારી તબીબો ને પ્રાઇવેટ પ્રેક્ટિસ કરવા બદલ તેમને તાત્કાલિક ધોરણે ફરજમાંથી સસ્પેન્ડ કરવામાં આવતા જિલ્લા આરોગ્ય તંત્રમા હડકંપ મચી જવા પામ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં નવનિયુક્ત આરોગ્ય અધિકારી મનીષ ફેન્સી દ્વારા આરોગ્ય ની સેવાને સુલભ બનાવવા માટે અને આરોગ્ય કર્મીઓ નિષ્ઠા પૂર્વક ફરજ બજાવે તે માટે ઓચિંતી ચેકીંગ ઝુબેશ સહિત ખાસ તકેદારીના પગલા ભરવામાં આવી રહ્યા છે. જેમાં જિલ્લાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબો ખાનગી પ્રેક્ટિસ કરતા હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારી ને ધ્યાને આવતા તેમને સરકારી તબીબોની પ્રાઇવેટ પ્રેક્ટિસને ઝડપી પાડવા માટે વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુલાકાત કરી હતી. તેમની આ ચેકીંગ ઝુબેશમાં ત્રણ સરકારી તબીબ ખાનગી પેક્ટિસને ઝડપી પાડવા માટે  વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુલાકાત કરી હતી. તેમની આ ચેકીંગ ઝુંબેશમાં ત્રણ સરકારી તબીબ ખાનગી પેક્ટિસ કરતા ઝડપાઇ ગયા હતા જેમાં લવાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબ ડો.પ્રકાશભાઇ સુવાભાઇ રાજપુત અને મલ્ટીપર્પજ હેલ્થ વર્કર અજય કાનજી રાજપુત ખાનગી ક્લિનિકમાં લોકોને સારવાર આપના જિલ્લા આરોગ્ય અધિકારીના હાથે ઝડપાઇ ગયા હતા તેમજ વડગામ તાલુકા વરણાવાડાના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ડો.સ્વાતિ પોપટલાલ મેવાડા જે પાલનપુરના જનતાનગર વિસ્તારમાં ખાનગી દવાખાનું ચલાવતા હોય તેમજ ડીસા તાલુકાના માલગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો.હમીરદાન વી.ગઢવી પણ ખાનગી પ્રેક્ટિસ કરતા ઝડપાઇ ગયા હતા.

ત્રણે સરકાર તબીબોના ખાનગી દવાખાનામાંથી સરકારી ઇજેક્શન, ટેબ્લેટ ,બાટલા સહિતની દવાનો જથ્થો મળી આવ્યા આ દવાના જથ્થાને સિઝ કરવામાં આવ્યો હતો. ખાનગી પેક્ટિસ કરવા બદલ ત્રણેય સરકારી ડોકટરોને તાત્કાલિક ધોરણે ફરજમાંથી સસ્પેન્ડ કરવામાં આવતા જિલ્લા આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. જોકે જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા અગાઉ પણ ફરજમા બેદકારી દાખવનાર આરોગ્ય કર્મીઓ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેને લઇ ફરજમાં બેદરકારી અને ગુલ્લી મારતા આરોગ્ય કર્મચારીઓમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.

ડોકટરો ખાનગી દવાખાના ઓમાંથી સરકારી દવાનો જથ્થો ઝડપાયો

જિલ્લા આરોગ્ય અધિકારી મનીષ ફેન્સી દ્વારા જિલ્લામા આરોગ્ય સુખાકારી જળવાઇ રહે અને આરોગ્ય કર્મીઓ નિષ્ઠા પૂર્વક ફરજ બજાવે તે માટે અવાર નવાર વિવિધ સરકારી દવાખાનાનુ ંઓચિતી મુલાકાત લેવામાં આવે છે. જેમાં જિલ્લાના ત્રણ સરકારી તબીબો ખાનગી દવાખાના ચલાવતા હોવાની બાતમી ના આધારે જિલ્લા આરોગ્ય અધિકારી એ ઓચિંતી તપાસ કરતા ત્રણ ડોકટર ખાનગી પેક્ટિસ કરતા ઝડપાયા હતા. અને તેમના દવાખાનાઓ માંથી સરકારી ઇજેક્શન, ટેબ્લેટ ,બાટલા સહિતની દવાનો જથ્થો મળી આવતા દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

ખાનગી પેક્ટિસ કરતા કયા કયા ડોકટરો ઝડપાયા

જિલ્લા આરોગ્ય અધિકારીની ચેકિંગ ઝુબેશમાં લવાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો.પ્રકાશ સુબાભાઇ રાજપુત અને મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર અજય કાનજીભાઇ રાજપુત, વડગામ તાલુકાના વરણાવાડાના સીએચઓ ડો.સ્વાતિ પોપટલાલ મેવાડા અને ડીસા તાલુકાના માલગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો.હમીરદાન વી.ગઢવી ખાનગી પેક્ટિસ કરતા ઝડપાઇ જતા તેમને સસ્પેન્ડ કરવામા આવ્યા છે.

Contribute Your Support by Sharing this News: