પાલોદર ગામના મહિલા સરપંચના પુત્રએ લાકડાના વહિવટમાં બારોબારીયું કરતા ગામમાં ચકચાર

ગમ્યું તો આગળ શેર કરો.

મહેસાણા તાલુકાના પાલોદર ગામના મહિલા સરપંચના પુત્રએ લાકડાના વહિવટમાં બારોબારીયું કરતા ગામમાં ચકચાર મચી ગઈ છે. હજારોની કિંમતનું લાકડું નજીવી રકમે વેચી નાણાં ખીચે કરતા વહિવટી અને રાજકીય ગરમાવો વધી ગયો છે. સમગ્ર મામલે તલાટીએ રેકર્ડમાં નોંધ ન હોવાનું કહી ઘટનાને પરોક્ષ રીતે પુષ્ટી આપી દીધી છે. નડરરૂપ ન હોય તેવા બાવળ સહિતના અનેક વૃક્ષોનું સફાઈની આડમાં નિકંદન ગેરીરિતી આચરાઈ હોવાની ચર્ચા ઉઠી છે.                                                                                                                                                                                                                               મહિલા સરપંચના પુત્રએ ગામનું કિંમતી લાકડુ બારોબાર વેચી મારતા ગ્રામપંચાયતને હજારોની રકમનું નુકશાન પહોંચ્યું છે. સુત્રોએ જણાવ્યું હતું કે, ગામના એક જાગૃત નાગરિકે લાકડુ ખરીદનાર પાર્ટી પાસે વાત કરતા ભાંડો ફૂટ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ તરફ ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રીએ સરપંચ પુત્રના લાકડા અંગેના વ્યવહારની પંચાયતમાં કોઈ નોંધ ન પડી હોવાનું જણાવતા સદસ્યો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. મોંઘી કિંમતનું લાકડુ નિયમો મુજબ વેચી પંચાયતને આવક કરાવવાને બદલે સરપંચપુત્રએ ખિસ્સુ ભરતા ગ્રામજનો લાલઘૂમ બન્યા છે.

ગમ્યું તો આગળ શેર કરો.
Not yet Participated?આજે જ તમારી જાહેરાત આપો અને જીતો ઇનામ

સોના અને ચાંદી ની અમૂલ્ય ભેટ મેળવો