બનાસકાંઠા જિલ્લામાં સંક્રમણ વધતા કોરોનાના કેસોમાં સંખ્યાબંધ વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આજે પાલનપુર તાલુકાના માલણ ગામે પણ કોરોનાનો એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. જેમાં આજે જિલ્લામાં કુલ ૧૨ નવા પોઝિટિવ કેસ નોંધાવા પામ્યા છે. હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાએ પગપેસારો કરી દેતા લોકોએ સંક્રમણથી બચવા સજાગતા રાખવાની જરૂર જણાઈ રહી છે.
વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસની મહામારી બચવા સરકારે લોકડાઉન જાહેર કર્યા બાદ હવે અનલોક કરી ધંધા રોજગારમાં છૂટછાટ આપી દીધી છે. જેને પગલે સંક્રમણ વધતા રાજ્યભરમાં કરનારા સંખ્યાબંધ કેસો સામે આવી રહ્યા છે. તેમાં બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાઅે ભારે ઉછાળો માર્યો છે. દરરોજ સંખ્યાબંધ કોરોનાના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. પાલનપુર શહેર સહિત જિલ્લાના વિવિધ શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાએ એન્ટ્રી મારી દીધી છે અને સંક્રમણ વધવાથી લોકોમાં પણ ભારે ફફડાટ ફેલાયો છે. ત્યારે અત્યાર સુધી એક પણ કેસ આવ્યો ન હતો તેવા પાલનપુર તાલુકાના માલણ ગામના એક મહિલાને પણ કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવતાં ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. તે ઉપરાંત પાલનપુર, શિહોરી, જૂના ડીસા, વાવ સહિત વિસ્તારોમાં મળી આજે કુલ નવા ૧૨ પોઝિટિવ કેસ સામે આવ્યા છે.
બોકસ : આજના પોઝિટિવ આવેલ કેસ
૧. ગાયત્રીબેન ભરતભાઈ પરમાર, પાલનપુર
૨. ત્રિગુણાબેન મહેન્દ્રભાઈ જોશી, પાલનપુર
૩. મધુબેન ચેલાભાઈ રાવલ, માલણ, પાલનપુર
૪. અસ્કમખાન ઝાફરખાન સિપાઈ, પાલનપુર
૫. મેલાભા મફાજી ડાભી, શિહોરી
૬. ગણપતભાઈ મોહનભાઈ પ્રજાપતિ, શિહોરી
૭. મહંમદઅલી દસ્તમોહમદ ચાવડા, જુના ડીસા
૮. મોરૂમલ થાવરદાસ તેજવાણી, ડીસા
૯. અરુણાબેન સેવંતીલાલ શાહ, ડીસા
૧૦. લીલારામ ધરમદાસ માળી, ડીસા
૧૧. ખુડેજા મોહમદઅલી ચાવડા, ડીસા
૧૨. ચંદ્રિકાબેન નિજાચંદ સોની, વાવ
અહેવાલ : જયંતિ મેતિયા
Contribute Your Support by Sharing this News: