ગુરૂનાનક ચોક વિસ્તારમાં ટ્રાફિક જામ થઇ જતા એમ્બ્યુલન્સ જેવી ઈમરજન્સી સેવાઓ પણ અટવાઈ ગઈ
પાલનપુરમાં રાજ્ય સરકારની સુચના અનુસાર આજે તમામ દુકાનો ખોલવામાં આવતાં બજારમાં વાહનોનો રાફડો ફાટી નીકળ્યો હતો અને એટલી હદે ટ્રાફિક થયું હતું કે એમ્બ્યુલન્સ જેવા ઇમરજન્સી વાહનો પણ ટ્રાફિકમાં ફસાઈ ગયાં હતા. ગુરૂનાનક ચોક વિસ્તારમાં તો વાહનોની અવર જવર એટલી હદે વધી હતી કે સોશિયલ ડીસ્ટન્સના ખુલ્લેઆમ ધજાગરા ઊડી ગયાં હતા.
સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર વધતા રાજ્ય સરકાર દ્વારા ૩૬ શહેરોમાં રાત્રિ કરફ્યુ લગાવી દિવસે પણ જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રાખવા સૂચના આપવામાં આવી હતી. જેના કારણે વધી રહેલ કોરોનાનું સંક્રમણ ઘટ્યું હતું અને કેસોમાં પણ ઘટાડો થતાં હવે રાજ્ય સરકારે ફરીથી બજારો ખોલવાનો નિર્ણય લીધો હતો. જેમાં રાજ્ય સરકારે આગામી ૨૭ મે સુધી દુકાનો ખોલવા આંશિક લોકડાઉન લાગુ કરતાં આજે બજારો ખુલતા પાલનપુર શહેરમાં વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક જામ થઈ ગયું હતુ. શહેરના ગુરૂનાનક ચોક વિસ્તારમાં તો વાહનોનો ખડકલો જામી જતાં ભારે ટ્રાફિક થઇ ગયું હતું જેને કારણે પણ ધજાગરા ઉડી ગયાં હતા. ટ્રાફિક એટલી હદે વધી ગયું હતું કે એમ્બ્યુલન્સ જેવા ઈમરજન્સી વાહનો પણ અટવાઈ જવા પામ્યા હતા. જેને કારણે ઈમરજન્સી સેવા ખોરવાતા હવે બજારો ખૂલ્યા બાદ સંક્રમણ વધે તેવી શક્યતા વર્તાઈ રહી છે.
તસ્વીર : જયંતિ મેતિયા
Contribute Your Support by Sharing this News: