પાલનપુરના સલ્લા ગામના યુવક યુવતીએ પ્રેમલગ્ન કર્યા બાદ યુવતીનું રાજસ્થાનથી અપહરણ

શેર કરવા અહીં ક્લિક કરો.
પાલનપુર તાલુકાના સલ્લા ગામના અલગ- અલગ સમાજના યુવક યુવતીએ ચાર માસ અગાઉ પ્રેમ લગ્ન કરી લીધા હતા અને ત્યારબાદ તેઓ રાજસ્થાનના બાડમેર ખાતે પરિવારજનોના ડરને લીધે રહેવા ચાલ્યા ગયા હતા. છેલ્લા ચાર માસથી તેઓ રાજસ્થાનના બાડમેર ખાતે રહેતા હતા. દરમિયાન રાજસ્થાનના બાડમેરથી આ યુવતીને જીપડાલામાં નાખીને અપહરણ કરવામાં આવ્યું હતું. જે અંગેનો સી.સી.ટી.વી ફૂટેજ પણ સામે આવ્યો છે. આ બાબતે રાજસ્થાનના બાડમેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે. તે ઉપરાંત પ્રેમ લગ્ન કરનારા યુવકના ભાઈએ બનાસકાંઠા પોલીસ વડાને પણ લેખિતમાં રજૂઆત કરી તેની ભાભીને પરત લાવવા માટે માંગ કરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
સમગ્ર રાજ્યમાં હાલમાં કોરોના વાઈરસને પગલે લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે લોક ડાઉન વચ્ચે પણ મારામારી અને અપહરણ સહિતના બનાવો સામે આવી રહ્યા છે. જેમાં પાલનપુર તાલુકાના સલ્લા ગામના યુવક યુવતીએ પ્રેમ લગ્ન કરી લીધા બાદ રાજસ્થાનના બાડમેર ખાતે રહેવા ચાલ્યા ગયા હતા. જ્યાંથી છેલ્લા ગામની આ યુવતીનું અપહરણ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી અનુસાર પાલનપુર તાલુકાના સલ્લા ગામના અલગ અલગ સમાજના યુવક યુવતીએ ચારેક માસ અગાઉ પ્રેમલગ્ન કર્યા હતા. એક જ ગામના યુવક યુવતીએ પ્રેમલગ્ન કર્યા બાદ યુવતીના પરિવારજનોના ડરને લીધે બંને રાજસ્થાનના બાડમેર ખાતે રહેવા ચાલ્યા ગયા હતા. જો કે ત્યાર બાદ યુવકની યુવતી સુખ શાંતિથી પોતાનું જીવન ગાળતા હતા. તે દરમિયાન રાજસ્થાનના બાડમેર ખાતે ઉપરોક્ત યુવક અને યુવતીના નિવાસ સ્થાને જીપ ડાલુ લઇને આવેલા કેટલાક લોકોએ યુવતીને બળજબરીથી જીપડાલામાં નાખીને અપહરણ કર્યું હતું. યુવતીને મારપીટ કરી બળજબરીથી ઉપાડીને જીપડાલામાં નાંખીને અપહરણ કરવામાં આવી હોવાનો સીસીટીવી ફૂટેજ પણ સામે આવી ચૂક્યો છે. ત્યારે યુવતીના પતિએ તેની પત્નીનું અપહરણ કરનારા લોકો સામે બાડમેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તે ઉપરાંત યુવકના ભાઈએ પણ તેના ભાઇની પત્નીને અેટલે કે તેની ભાભીને પરત લાવવા માટે બનાસકાંઠા પોલીસવડાને પણ લેખિતમાં ફરિયાદ આપી હોવાનું જાણવા મળી રહ્યું છે.
બોકસ : યુવતીઅે પણ ન્યાયની માંગ કરી
પાલનપુર તાલુકાના સલ્લા ગામની અપહ્યુત યુવતીનો પણ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં આ યુવતી ખુદને ન્યાય અપાવવા માટે માંગ કરી રહી છે. સરકારના નિયમો અનુસાર એકબીજાની સંમતિથી લગ્ન કરેલ હોવા છતાં પણ તેના પતિના કુટુંબીજનો પર પણ હુમલાઓ કરાવવામાં આવતા હોવાના પણ યુવતીએ આક્ષેપો કર્યા છે.
અહેવાલ : જયંતિ મેતિયા
શેર કરવા અહીં ક્લિક કરો.