પાલનપુરના મફતપુરા વિસ્તારમાં ચોમાસાની ઋતુમાં દર વર્ષે શહેરના મફતપુરા વિસ્તારમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોના ઘરોમાં પાણી ફરી વળતાં ઘરવખરી પણ પાણીમાં તણાઈ જતાં ભારે નુકસાન વેઠવાનો વારો આવે છે. આ બાબતે રજૂઆતો બાદ જિલ્લા કલેકટરે સમસ્યાનું નિવારણ લાવવા માટે આદેશ આપવા છતાં નગરપાલિકા દ્વારા આ કામગીરી ખોરંભે ચડાવી દેવામાં આવતાં આગામી ચોમાસાની ઋતુમાં આ વિસ્તારમાં લોકોને ફરીથી ભારે નુકસાની વેઠવાનો વારો આવે તેવી સંભાવના છે.

પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલા મફતપુરા ખાતે દર વર્ષે ચોમાસાની ઋતુમાં વરસાદી પાણી ભરાઇ જતું હોય મોટી પાઇપ લાઇન નાખવા બાબતે આ વિસ્તારના જાગૃત નાગરિક દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ જિલ્લા કલેક્ટરના આદેશ છતાં નગરપાલિકા દ્વારા આ બાબતે ઢીલી દાખવી મોટી પાઇપ લાઇન નાખવાની કામગીરી ખોરંભે ચડાવી દેવાતાં આગામી ચોમાસાની ઋતુમાં પણ વરસાદી પાણી ભરાઇ રહેવાથી આ વિસ્તારના લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે તેવી સંભાવના છે. ત્યારે ચોમાસાની ઋતુ પહેલા આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે મોટી પાઇપ લાઇન નાખવાની કામગીરી તાકીદે હાથ ધરવામાં આવે તેવી આ વિસ્તારના લોકોની માંગ ઉઠવા પામી છે. ઉલ્લેખનીય છે કે ચોમાસાની ઋતુ દરમિયાન આ વિસ્તારમાં ગળાડૂબ પાણી ભરાઇ જતું હોવાથી લોકોના ઘરોમાં પાણી ભરાઈ જવાથી ઘરવખરી સહિતની ભારે નુકસાની વેઠવી પડે છે. ચાલુ વર્ષે પણ ચોમાસાની ઋતુમાં ફરીથી લોકોને આ મુશ્કેલી ન પડે તે માટે તાકીદે આ બાબતે જિલ્લા કલેક્ટર દ્વારા સૂચના આપી કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

 

તસ્વીર : અહેવાલ જયંતી મેતિયા, પાલનપુર બનાસકાંઠા

Contribute Your Support by Sharing this News: