:- કૈરાનાની પેટા ચૂંટણી દરમિયાન EVMમાં આવેલી ખામીઓ પર વિપક્ષે ભાજપ પર પ્રહારો કરી રહ્યું છે. ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે ફરી એકવાર EVMને લઇને સરકારને નિશાને લીધી છે. અખિલેશ યાદવે ટ્વીટ કરી જણાવ્યું કે, સાંભળ્યું છે કે, EVM ગુજરાતથી મંગાવવામાં આવ્યા હતા. તેમજ તેમણે ટ્વીટ કરી પ્રહારો કરતા જણાવ્યું કે, એવું લાગી રહ્યું છે કે, સુરત હવે માત્ર કપડા નહી, સરકાર બનાવવાના કામ પણ કરવા લાગ્યું છે. EVMમાં ખામીઓની ફરીયાદ બાદ અખિલેશ યાદવે ભાજપને નિશાને લઇને મોટા પ્રહારો કર્યાં છે. તેમજ આ આગાઉ તેમણે 2019ની લોકસભાની ચૂંટણી લડશે તેવી પણ જાહેરાત કરી છે.

 

બીજા સાથે સમાચાર શેર કરો.