પાટણ જિલ્લામાં વધુ બે કોરોના પોઝીટીવના કેસ આવતાં ફફડાટ

ગમ્યું તો આગળ શેર કરો.

પાટણ જિલ્લામાં વધુ બે કોરોના પોઝીટીવના કેસ આવતાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ચાણસ્મા તાલુકાના રણાસણ ખાતેથી અને પાટણના કમલીવાડા ગામેથી વધુ બે પોઝીટીવ કેસ સામે આવ્યા છે. કોરોનાને કારણે પાટણ શહેરના પનાઘરવાડા વિસ્તારમાં ૬૦ વર્ષના વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત થયુ છે. આ સાથે પાટણના બુકડી વિસ્તારના ટાંકવાડામાં ૮૦ વર્ષીય વૃધ્ધા કોરોનાગ્રસ્ત થયા બાદ સાજા થયા હતા.
ચાણસ્મા તાલુકાના રણાસણ ખાતે મદાવાદની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા ૧૭ વર્ષિય કિશોરનો કોવીડ ૧૯ ટેસ્ટ પોઝીટીવ આવતાં તેને સારવાર માટે ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ ઉપરાંત પાટણના કમલીવાડા ગામેથી ૬૮ વર્ષના વૃદ્ધનો ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. આ સાથે જ પાટણ જિલ્લામાં કોરોના વાયરસ ડિસીઝના કુલ કેસનો આંકડો ૭પએ પહોંચ્યો છે. જ્યારે પાટણ જીલ્લામાં કોરોનાના કહેર વચ્ચે એક દર્દીનું મોત થયુ છે.પનાઘરવાડા વિસ્તારના ૬૦ વર્ષના વૃદ્ધનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જોકે ગઈકાલે સવારે તેમનું સારવાર દરમ્યાન મોત થયુ છે. આ જ રીતે પહેલા કોરોનાગ્રસ્ત બનેલા બુકડી વિસ્તારના ટાંકવાડામાં ૮૦ વર્ષીય વૃધ્ધા સાજા થતાં તેમને ગત ૨૪ મે ના દીવસે રજા આપવામાં આવી હતી.
જિલ્લામાં કોરોના વાયરસના નિદાન માટે અત્યાર સુધીમાં કુલ ૨,૦૩૪ ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા છે. જે પૈકી ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે ૭૯૭, કોવીડ કેર સેન્ટર-દેથળી ખાતે ૨૮૪, કોવીડ હેલ્થ સેન્ટર-રાધનપુર ખાતે ૨૨૧, જનતા હોસ્પિટલ-પાટણ ખાતે ૧૮૯, જનરલ હોસ્પિટલ-પાટણ ખાતે ૩૭, સામૂહિક આરોગ્ય કેન્દ્ર-સમી ખાતે ૧૧૯, સામૂહિક આરોગ્ય કેન્દ્ર-ચાણસ્મા ખાતે ૮૬, સામૂહિક આરોગ્ય કેન્દ્ર-શંખેશ્વર ખાતે ૭૬ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર-વારાહી ખાતે ૨૨૫ વ્યક્તિઓના ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા છે. કુલ ૨,૦૩૪ ટેસ્ટ સેમ્પલ પૈકી ૧,૯૪૩ સેમ્પલ પાટણ જિલ્લાના તથા ૯૧ સેમ્પલ અન્ય જિલ્લાના દર્દીઓના છે.

ગમ્યું તો આગળ શેર કરો.