પાટણમાં કોરોનામાં સપડાયા બાદ આજે ૨ મોત સામે આવ્યા

શેર કરવા અહીં ક્લિક કરો.

પાટણમાં આજે કોરોનાને કારણે એક વ્યક્તિનું મોત થયુ તો કોરોનામુક્ત થયેલા વૃધ્ધાનું પણ મોત થયુ છે. પાટણ શહેરના પનાઘરવાડા વિસ્તારમાં ૬૦ વર્ષના વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત થયુ છે. આ સાથે પાટણના બુકડી વિસ્તારના ટાંકવાડામાં ૮૦ વર્ષીય વૃધ્ધા કોરોનાગ્રસ્ત થયા બાદ સાજા થયા હતા. જોકે આજે સવારે તેમનું પણ મોત થયુ છે. અત્યાર સુધી પાટણ શહેરમાં કુલ ૧૬ કેસ નોંધાયા છે. જેમાં કુલ ૪ લોકોના મોત થયા છે.

પાટણ જીલ્લામાં કોરોનાના કહેર વચ્ચે આજે એક દર્દીનું મોત થયુ છે. ગત દિવસે પનાઘરવાડા વિસ્તારના ૬૦ વર્ષના વૃદ્ધનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જોકે આજે સવારે તેમનું સારવાર દરમ્યાન મોત થયુ છે. આ જ રીતે પહેલા કોરોનાગ્રસ્ત બનેલા બુકડી વિસ્તારના ટાંકવાડામાં ૮૦ વર્ષીય વૃધ્ધા સાજા થતાં તેમને ગત ૨૪ મે ના દીવસે રજા આપવામાં આવી હતી. જોકે આજે તેમનું પણ મોત થયુ છે. પાટણ જીલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના ૧૬ કેસ સામે આવ્યા છે.

શેર કરવા અહીં ક્લિક કરો.