પાકિસ્તાન : લાહોરમાં દાતા દરબારની બહાર બ્લાસ્ટ, ત્રણનાં મોત
 પાકિસ્તાન સ્થિત લાહોરના દાતા દરબારની બહાર બ્લાસ્ટ થયો છે. Geo News અનુસાર રાહત અને બચાવ કામમાં લાગેલી ટીમના એક સૂત્રએ જાણકારી આપી કે આ બ્લાસ્ટ પંજાબ પોલીસની એલિટ ફોર્સની વાનને નિશાન બનાવીને કરવામાં આવ્યો. ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે 18 ઘાયલોની મેયા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.Geo News અનુસાર ત્રણ મૃતક પોલીસ અધિકારી છે. ઘાયલો પૈકીના ચારની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે.વિસ્તારમાં મોટો સંખ્યામાં પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યું છે. DawnNewsTVએ જણાવ્યું કે ડીઆઈજી ઓપરેશન લાહોર ઘાયલોની સ્થિતિ જાણવા હોસ્પિટલ પહોંચ્યા છે સમાચાર એજન્સી AP મુજબ, લાહોરના પોલીસ પ્રમુખ ગજનફર અલીનું કહેવું છે કે પોલીસ અધિકારી બુધવારે ધર્મસ્થળની બહાર બોમ્બમારાના ટાર્ગેટ હતા. તેમનું કહેવું છે કે જ્યારે બ્લાસ્ટ થયો હતો ત્યારે અસંખ્ય શ્રદ્ધાળુ દરબારની અંદર અને બહાર હતા.આ પહેલા અહીં વર્ષ 2010માં આત્મઘાતી હુમલો થયો હતો, જેમાં ઓછામાં ઓછા 50 લોકોનાં મોત થયા હતા, જ્યારે 200થી વધુ લોકો ઘાયલ થયા હતા.
બીજા સાથે સમાચાર શેર કરો.