દાંતીવાડા તાલુકાના પાંથાવાડા જાત રોડ પર આવેલા ખેતર ના પાણી વગરના અવાવરૂ કૂવામાં રાષ્ટ્રીય પક્ષી મોર પડી જતા કુવાના આજુ બાજુના લોકોને ખબર પડતાં લોકોએ સ્થાનિક વનવિભાગને જાણ કરતા વનવિભાગની ટીમ આવી પહોંચી હતી વન વિભાગની ટીમે ભારે જહેમત થી રેસ્ક્યુ કરીને રસા દોરી વડે વનવિભાગની ટીમ અંદાજે ૧૦૦ ફૂટ ના ઊંડા કૂવામાં ઉતરીને મોરને હેમખેમ જીવિત બહાર કાઢવામાં આવ્યો હતો પાંથાવાડા જાત રોડ ઉપર આવેલ ખેતરના અવાવરૂ કુવામાં રાષ્ટ્રીય પક્ષી મોર પડી જતા વનવિભાગને જાણ કરતા વનવિભાગની ટીમ તાબડતોબ આવી પહોંચી હતી પાંથાવાડા વનવિભાગ ના ફોરેસ્ટર મહેન્દ્રસિંહ, ભાથીજી સોલંકી સુરેશ ભાઈ ચૌધરી,  કૃષિકા બેન પટેલ, આંબજી  રાજપૂત, રાવત સિંહ ઉમટ તેમજ સ્થાનિક સેવાભાવી દિનેશભાઈ રાજપુત દ્વારા ભારે જહેમત થી રેસ્ક્યુ કરીને રાષ્ટ્રીય પક્ષી મોર ને અવાવરૂ કૂવામાંથી જીવિત બહાર કાઢીને એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
અહેવાલ : જયંતિ મેતિયા
Contribute Your Support by Sharing this News: