પત્રકાર ચિરાગ પટેલ હત્યા કેસ: ચાર દિવસ છતા પોલીસ પુરાવાથી દૂર

અમદાવાદમાં શનિવારે ખાનગી ચેનલના પત્રકાર ચિરાગ પટેલની હત્યાની ઘટના સામે આવી હતી. જે પછી પોલીસ સામે ઘણાં સવાલો ઊભા થઇ રહ્યા છે. ટીવી પત્રકાર ચિરાગની હત્યાના ચાર દિવસ પછી પણ તેના હત્યા અંગે પોલીસની તપાસ દિશાવિહીન હોવાનું જોવા મળી રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં પત્રકાર ચિરાગ પટેલની હત્યા કોણે કરી અને હત્યા પાછળનું કારણ શું હતું તે અંગે પોલીસ કોઇ પણ પુરાવો મળ્યો નથી.

 Updated: Mar 19, 2019, 05:51 PM IST
Comments |   

અમદાવાદ: અમદાવાદમાં શનિવારે ખાનગી ચેનલના પત્રકાર ચિરાગ પટેલની હત્યાની ઘટના સામે આવી હતી. જે પછી પોલીસ સામે ઘણાં સવાલો ઊભા થઇ રહ્યા છે. ટીવી પત્રકાર ચિરાગની હત્યાના ચાર દિવસ પછી પણ તેની હત્યા અંગે પોલીસની તપાસ દિશાવિહીન હોવાનું જોવા મળી રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં પત્રકાર ચિરાગ પટેલની હત્યા કોણે કરી અને હત્યા પાછળનું કારણ શું હતું તે અંગે પોલીસ કોઇ પણ પુરાવો મળ્યો નથી. મહત્વનું છે, કે કઠવાળા પાસે અવાવરું જગ્યાએથી એક ખાનગી ટીવી ચેનલમાં ફરજ બનાવતા ચિરાગ પટેલની હત્યા કરાયેલી લાશ મળી હતી. સળગાવેલી હાલતમાં મળી આવેલી આ લાશ પાસેથી તેનો મોબાઈલ ફોન નહીં મળતા પોલીસ માટે આ હત્યાનું રહસ્ય ઘૂંટાયું છે.કઠવાળા ટેબલી હનુમાન રોડ પર કેનાલ આવેલી છે. આ કેનાલ પાસેની ખુલ્લી અવાવરું જગ્યાએથી એક યુવકની લાશ મળી આવી હતી. આ રોડ પરથી પસાર થયેલા એક પોલીસ કોન્સ્ટેબલે આ સ્થળે સ્પેલેન્ડર બાઈક શંકાસ્પદ હાલતમાં પડેલું જોયું હતું. આથી તેમણે આજુબાજુ તપાસ કરતા નજીકમાં અવાવરું જગ્યાએ એક યુવકની સળગાવેલી હાલતમાં લાશ મળી આવી હતી.આ અંગે પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જેમાં સઘન તપાસ કરતા ઘટના સ્થળેથી યુવકનું સ્પેલેન્ડર બાઇક અને આઈ કાર્ડ મળી આવ્યા હતા. જેમાં આ ડેડ બોડી ચિરાગ પટેલ નામના યુવકની હોવાનું જણાયું હતું.

Contribute Your Support by Sharing this News: