પટાવાળા દ્વારા 900 રૂપિયામાં ઉત્તરવહી યુનિવર્સિટીમાંથી બહાર લઇ જઈ જવાબો લાખવવાનું ચોંકાવનારું કૌભાંડ બહાર આવ્યું

શેર કરવા અહીં ક્લિક કરો.

MS યુનિવર્સિટીમાં ઉત્તરવહી બહાર લાવી જવાબો લખવાના કૌભાંડનો પર્દાફાશ ઉત્તરવહી બહાર લાવી જવાબો લખવાના કૌભાંડનો પર્દાફાશ વડોદરા: વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. હવે આર્ટસ ફેકલ્ટીની સેન્ટ્રલ એસેસમેન્ટ સેલમાં ફરજ બજવતાં હંગામી ધોરણના પટાવાળા દ્વારા 900 રૂપિયામાં ઉત્તરવહી યુનિવર્સિટીમાંથી બહાર લઇ જઈ જવાબો લાખવવાનું ચોં

કાવનારું કૌભાંડ બહાર આવ્યું છે, ત્યારે આ કૌભાંડમાં સંડોવાયેલ ત્રણ પટાવાળા સામે યુનિવર્સિટી સત્તાધીશોએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ચિરાગ ગંગારામ અને અંકિત ફણશેની ધરપકડ કરી છે, જયારે એક કર્મચારી ફરાર છે.

કેવી રીતે સામે આવ્યું કૌભાંડ?

યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે તાજેતરમાં આર્ટસ ફેકલ્ટીમાં લેવાયેલી પરીક્ષાના પેપર તપસાઇ રહ્યા હતા. સેન્ટ્રલ એસસમેન્ટ સેલમાં પ્રાધ્યાપકો અને પટાવાળા સિવાય કોઈને પ્રવેશ નથી  ત્યારે ફરજ પરના હંગામી ધોરણે કાર્યરત પટાવાળાઓ દ્વારા જ ઉત્તરવહીઓની ચોરી કરી ગેરરીતિનું કૌભાંડ આચરવામાં આવતું હતું. પટાવાળાઓ સેન્ટ્રલ એસસમેન્ટ સેલમાંથી ઉત્તરવહી ચોરી બહાર લઇ જતાં અને વિદ્યાર્થીઓ જવાબ લખતા. તે બાદ પાછી એ ઉત્તરવહીઓ સેન્ટ્રલ એસસમેન્ટ સેલમાં મૂકી દેવામાં આવતી હતી. જે માટે

 તેઓ વિદ્યાર્થીઓ પાસેથી સપ્લીમૅન્ટરી દીઠ 900 રૂપિયા લેતાં હતાં. આખા કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે ઉત્તરવહીની સંખ્યા ગણતરીમાં ઓછી આવી. કામગીરી બાદ ઉત્તરવહીઓની ગણતરી કરવામાં આવતી હતી અને કેટલીક ઉત્તરવહી બીજા બંડલમાંથી વળી ગયેલી હાલતમાં મળતાં પ્રાધ્યાપકોને શંકા ગઈ હતી. જેની તપાસ

કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો.

પોલીસે ચિરાગ ગંગારામ અને અંકિત ફણશેની ધરપકડ કરી યુનિવર્સિટી સત્તાધીશોએ ત્રણ પટાવાળાઓને તાત્કાલિક અસરથી નોકરીમાંથી કાઢી મૂક્યા છે અને તેમની સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચિરાગ ગંગારામ અને અંકિત ફણસેની ધરપકડ કરી તેમના મોબાઈલ ફોન પણ કબ્જે લીધા છે. આ ઉત્તરવહી ચોરી કરી જવાબો લખવાના ચોંકાવનારા કૌભાંડમાં 21થી વધુ વિદ્યાર્થીઓની સંડોવણી હોવાની પ્રાથમિક વિગતો મળી છે. તમામ વિદ્યાર્થીઓ સામે કાર્યવાહીની કવાયત હાથ ધરવામાં આવી છે. સમગ્ર નેટવર્ક હોસ્ટેલ કેમ્પ્સમાંથી ચાલી રહ્યાની આશંકા પણ સામે આવી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.