નાના ઉદ્યોગોને મળશે કોઈ પણ ગેરંટી વિના 3 લાખ કરોડની લોન, નિર્મલા સીતારમણ ખોલી રહ્યાં છે રાહતનો પટારો

શેર કરવા અહીં ક્લિક કરો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12 મેના રોજ ભારત માટે 20 લાખ કરોડના પેેકેજની જાહેરાત કરી હતી. જેમાં તેમણે ભારતને આત્મનિર્ભર બનાવવાની પણ વાત કરી હતી. જેથી તેમણે દરેક ભારતીયને સ્વદેસની બ્રાન્ડને મહત્વ આપવાની અપીલ કરી હતી. જોકે, તેમણે પોતાના સંબોધનમાં કહ્યુ હતુ કે, આ આર્થિક પેકેજની જાહેરાત નાણામંત્રી દરરોજ એક- એક સેક્ટરને લઈને માહિતી આપશે. ત્યારે હાલમાં નાણામંત્રી આ પેકેજના પ્રથમ સેક્ટરની જાહેરાત કરી રહ્યા છે.

નાણામંત્રીના જણાવ્યા અનુસાર, 20 લાખ કરોડના પેકેજમાંથી 3 લાખ કરોડ એમએસએમઇ એટલે કે માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને જશે. તેમને ગેરંટી વિના લોન મળશે. તેની સમયમર્યાદા 4 વર્ષ રહેશે. તેમને 12 મહિનાનું ડિસ્કાઉન્ટ મળશે. આ ઓફર 31 ઓક્ટોબર 2020 સુધી છે.
નાણાં પ્રધાનના જણાવ્યા મુજબ, મુશ્કેલીમાં છે તેવા એમએસએમઇઓને ગૌણ દેવું દ્વારા 20000 કરોડની રોકડ આપવામાં આવશે. એસએમઇમાં નાના અને મધ્યમ ઉદ્યોગોમાં આવે છે.
એમએસએમઇ કે જેઓ સક્ષમ છે પરંતુ કોરોનાને કારણે મુશ્કેલીમાં મુકાયા છે, તેઓને વ્યવસાયના વિસ્તરણ માટે 10,000 કરોડ રૂપિયાના ફંડ દ્વારા સહાય આપવામાં આવશે.
જાહેર ક્ષેત્ર સાથે બેંકો સંબંધિત સુધારાઓ, બેંકોનું પુન: પ્રાપ્તિકરણ જેવાં પગલાં ભરવામાં આવ્યાં છે.
ડીબીટીને 41 કરોડ જન ધન ખાતાધારકોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
નાણાં પ્રધાને કહ્યું કે પીએમ મોદી સિવાય ઘણા વિભાગો અને સંબંધિત મંત્રાલયો 20 લાખ કરોડના પેકેજને લઈને ચર્ચામાં સામેલ થયા છે.
MSME માટે મહત્વની જાહેરાત

વધુ રોકાણ, ટર્નઓવર છતા MSME નો દરજ્જો યથાવત રહેશે
MSME ની વ્યખ્યામાં આમૂલ પરિવર્તન
MSME માટે મહત્વપૂર્ણ 6 નિર્ણય લેવામાં આવ્યા છે.
45 લાખ MSME યુનિટને લાભ મળશે
MSME ને 4 વર્ષ માટે લોન ફાળવવામાં આવશે
MSME ને એક વર્ષ સુધી હપ્તા ભરવા નહી પડે
1 કરો઼થી 5 કરોડ સુધીના રોકાણવાળા બિઝનેસને માઈક્રો યુનિટમાં સમાવેશ
50 કરોડ સુધીના ટર્નઓવરેને લઘુ ઉદ્યોગમા સમાવેશ
MSME માટે જાહેરાત

MSME ક્રેડિટ ફ્રી લોન આપવામાં આવશે.
MSME ૩ લાખ કરોડ રૂપિયાની ગેરંટી ફ્રી લોન.
અંદાજે ૪૫ લાખ MSMEને થશે ફાયદો.
MSME ને એેક વર્ષ સુધી ઇએમઆઇ ચૂકવવામાંથી મુફ્ત.
૨૫ હજાર કરોડ સુધીના MSME ને ફાયદો દેશની બ્રાન્ડને દુનિયામાં ઓળખાણ અપાવશુ.
સારું કામ કરનારા મધ્યમ સૂક્ષ્‍મ અને લઘુ ઉદ્યોગોને ફાયદો થશે. એમએસએમઈને 1 વર્ષ સુધી ઈએમઆઈથી રાહત મળશે. 25 કરોડ સુધીની એમએસએમઈમાં થશે ફાયદો. સંકટમાં ફસાયેલા 2 લાખ એમએસએમઈને લોન માટે 20 હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરી છે.
15 હજાર કરતા ઓછા પગારધારકોના પગારમાં 24 ટકા પીએફ સરકાર જમા કરાવશે.
મજૂરો, વિકલાંગો અને વૃદ્ધો તરફ આપણી જવાબદારી નીભાવીએ.
આરબીઆઈએ પણ આવનાાર સમયમાં ઘણાં રૂપિયા બજારમાં ઠાલવ્યા છે. 41 કરોડ રૂપિયા જનધન એકાઉન્ટ હોલ્ડરના ખાતામાં ડાયરેક્ટ ટ્રાન્સફર કર્યા છે.
કોવિડ હેલ્થ વર્કર માટે 50 લાખની ઈન્સુયરસ પોલિસી પર પ્રાવધાન કર્યું હતું. પીડીએસ યોજના હેઠળ ગરીબોને તેમજ મધ્યમ વર્ગ માટે અનાજ પ્રાવધાન કરાવ્યું છે. પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ કન્સ્ટ્રા45 લાખ યુનિટ્સને ફાયદો થશે.
8 કરોડ ઊજ્જવલા યોજના હેઠળ સિલિન્ડર આપવા ફાળવ્યા છે. પીએમ કીસા ન માટે પણ 2000 રૂપિયા આપ્યા છે. 3 લાખ રૂપિયા સુધીની લોન મધ્યમ લઘુ ઉદ્યોગ માટે મળશે. તેની 4 વર્ષની રહેશે.
1 વર્ષમાં પ્રિન્સિપલ રકમ ચુકવવું નહીં પડે. જેના માટે 3 લાખ કરોડ રૃપિયાની લોન માટે મધ્યમ, લઘુ ઉદ્યોગો માટે ફાળવ્યા છે.
ગઈ કાલે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંકટ અને લોકડાઉન વચ્ચે મંગળવારે પાંચમી વખત દેશને સંબોધન કર્યું હતું. સાંજે 8 વાગ્યે પોતાના સંબોધનમાં પીએમ મોદીએ અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. જૂના પેકેજ સહિત કુલ 20 લાખ કરોડનું પેકેજ છે. સાથે જ 13 મેના રોજ નાણા પ્રધાન નિર્મલા સીતારમણ આ આર્થિક પેકેજ ક્યાં અને કેવી રીતે ખર્ચ થશે તે જણાવશે. જો કે, આ પેકેજમાં પહેલેથી ચાલી રહેલી ઘણી યોજનાઓ પણ શામેલ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું કે, 20 લાખ કરોડ રૂપિયાના પેકેજથી 2020 માં દેશની વિકાસ યાત્રાને નવી ગતિ મળશે. આ પેકેજ ભારતના જીડીપીના 10 ટકા જેટલું છે. સૌથી મહત્વની બાબત એ છે કે, આ આર્થિક પેકેજ તે લોકો માટે છે કે જેઓ ખરાબ રીતે કોરોનાના ચક્રમાં ફસાયેલા છે. પ્રધાનમંત્રીએ સ્પષ્ટતા કરી કે આ આર્થિક પેકેજથી કુટીર ઉદ્યોગ, નાના-મધ્યમ ઉદ્યોગો, કામદારો, ખેડૂતો અને મધ્યમ વર્ગને લાભ થશે. આ ઉપરાંત, આર્થિક પેકેજ ભારતીય ઉદ્યોગને નવી શક્તિ પણ આપશે.

શેર કરવા અહીં ક્લિક કરો.