નવા અંદાજમાં પ્રિયા પ્રકાશ જોવા મળી

શેર કરવા અહીં ક્લિક કરો.

વાયરલનવીદિલ્હી,તા.૨
પ્રિયા પ્રકાશ વારિયર કોઈપણ શંકા વિના સોશિયલ મીડિયાની સૌથી ફેમસ અભિનેત્રીઓમાંથી એક છે. પ્રિયાના ફેન્સ તેની નવી તસ્વીરો અને વીડિયોઝની રાહ જોતા હોય છે. બોલીવુડમાં ફિલ્મ ‘શ્રીદેવી બંગલો’થી પર્દાપણ કરવા જઈ રહેલી પ્રિયાએ પોતાના નવા ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યાં છે. હંમેશાની જેમ પ્રિયા નવા શૂટમાં ખુબ પ્રિટી લાગી રહી છે. પ્રિયાની તસ્વીરોના સમાચાર લખાયા સુધી ૨ લાખથી વધુ લોકો જોઈ ચુક્યા છે. પ્રિયાએ પોસ્ટ શેર કરતા ઓપરા વિનફરેનું કોટ લખ્યું કે, તમને જિંદગીમાં તે મળે છે જેને માગવાની તમે હિંમત રાખો છો. મહત્વનું છે કે, પ્રિયા પ્રકાશ વારિયર પોતાની પ્રથમ મલયાલમ ફિલ્મ ‘ઉરૂ ઉદાર લવ’ના એક ગીતથી સુપરહિટ થઈ ગઈ હતી. આ ગીતમાં તે પોતાના કો-સ્ટારને આંખથી ગોળી મારતી જોવા મળી રહી છે. ઉરૂ ઉદાર લવ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે જે ૨૦૧૮માં રિલીઝ થઈ હતી. વર્ષ ૨૦૧૮ની શરૂઆતથી ઈન્ટરનેટ પર સનસની બનેલી પ્રિયા પ્રકાશ વારિયર વર્ષ ૨૦૧૯માં પણ ચર્ચામાં છે.

શેર કરવા અહીં ક્લિક કરો.