ધોરાજી વિસ્તારમાં બેફામ ખનીજચોરી ના મુદે કોંગ્રેસ દ્વારા મામલતદાર કચેરી પાસે બેનરો લગાવાયા
ધોરાજી પંથકમાં આવેલ ભાદર નદી વેણુ નદી  સહિત નદીઓમાં ગેરકાયદે ખનિજ ખનન થતું હોવાની બાબત જગજાહેર છે નદીઓમાંથી રેતી ચોરી નો  કાળો કારોબાર ચાલી રહ્યો છે આ બાબતે ધોરાજી-ઉપલેટા વિસ્તારના ધારાસભ્યએ વિધાનસભામાં પણ પ્રશ્ન  ઉઠાવ્યો હતો તેમ છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતાં ધોરાજી કોંગ્રેસના પ્રમુખ જગદીશભાઈ રાખોલીયા વિઠ્ઠલભાઈ હિરપરા ચિરાગભાઈ વોરા સહિતના આગેવાનો અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ ધોરાજીના દરબારગઢ પાસે આવેલ  મામલતદાર કચેરી  સામે બેનર લગાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો બેનરમાં  સ્પષ્ટ લખ્યું છે કે “ધોરાજીમાં ગુજરાત સરકારનું નહીં ખનીજ માફિયાઓ નુ રાજ ચાલે છે” આવા બેનરો શહેરમાં જુદાજુદા વિસ્તારોમાં લગાવી આશ્ચર્યજનક વિરોધ દર્શાવ્યો હતો ઉપરોક્ત મામલે ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ રાખોલીયાએ જણાવેલ કે નદીઓને લોકમાતાનું બીરૂદ આપવામાં આવ્યુ છે ભાદરનદી લોકમાતા છે ત્યારે આપણી સંસ્કૃતિમાં નદીઓને પૂજનીય ગણાવાઈ છે ત્યારે ભાદર નદીમાં રેતી ચોરી થવી એ અત્યંત નિંદનીય બાબત છે રાજ્ય સરકારે આવી ખનીજચોરી સામે સખત કાર્યવાહી કરવી જોઈએ તેમ જ ભાદર નદીના કાંઠે ખનીજ માફિયાઓ  ખેડૂતોને ડરાવી-ધમકાવી ખેતરમાં રસ્તો આપવા મજબુર કરે છે તેમજ ઓવરલોડેડ રેતીના ડમ્પર  ટ્રકો ના કારણે ગ્રામ્ય વિસ્તારના રોડ-રસ્તા ની હાલત કફોડી બની છે નું જણાવ્યું હતું
બીજા સાથે સમાચાર શેર કરો.