ટી20માં મોટા બેટ્સમેનોની વાત કરીએ તો સૌથી પહેલા કદાચ આપના મગજમાં કોહલી, ડેવિડ વોર્નર, રસેલ, કેએલ રાહુલ, ગેલ જેવા પ્લેયર્સના નામ આવશે. પરંતુ આપને જણાવી દઈએ કે જે કારનામું ધોનીએ કરી બતાવ્યું છે તે તમામ પ્લેયર્સ પણ નહીં કરી શકે.   આઈપીએલના ઈતિહાસમાં આજ સુધી 130 વાર પ્લેયર્સે એક સીઝનમાં 400થી વધુ રન કર્યા છે. પરંતુ કોઈ પણ પ્લેયર ધોની જેવી એવરેજથી રન નહીં કરી શકે. ધોનીએ આઈપીએલ સીઝન-12માં 135ના એવરેજથી રન બનાવ્યા છે. બીજી તરફ, આ પહેલા 2016માં વિરાટ કોહલીએ 81.08ની એવરેજથી રન બનાવ્યા હતા.

ટોપ એવરેજ

ધોની 2019 – 135.00

વિરાટ 2016 – 81.08

ધોની 2018 – 75.83

વોર્નર 2019 – 69.20

શોન માર્શ 2008 – 68.44