ધાનેરા નજીક ટ્રેકટર અને જીપ વચ્ચે અકસ્માત ૧ નું મોત

શેર કરવા અહીં ક્લિક કરો.

ટ્રેકટર  લાકડા ભરીને આવતી વખતે થયો અકસ્માત: લોકોએ ટ્રેકટરની હવા કાઢી

ધાનેરાના મલોત્રા અને શેરા ગામની વચ્ચે લીલા લાકડા ભરેલ ટ્રેકટર અને કમાન્ડર જીપ વચ્ચે અકસ્માત થતા જીપ ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું હતુ. અકસ્માતમાં એકની હાલત ગંભીર હોવાથી અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ગાડી ચાલક પચીસ વરસીય શ્રવનજી ઠાકોર નું ઘટના સ્થળે મોત થતા લીલા લાકડા ભરેલ ટ્રેકટર ચાલક ટ્રેકટર લઇ ને રફુચક્કર થઈ ગયો હતો. પણ એક કિલોમીટરથી આગળ વધતા પહેલા લોકોએ વચ્ચે ઉભા રહી ને ટ્રેકટર રોકાવ્યું હતું. મૃતકની લાશને પોટકામાં બાંધીને ધાનેરા સિવિલ ખાતે લાવવામાં આવી હતી.

ધાનેરામાં ખુલ્લેઆમ લીલાલકડાનો કારોબાર ચાલી રહ્યો છે. લીલાલાકડા ભરેલ ટ્રેકટર ફુલઝડપે ચલાવીને સો-મીલ પહોંચાડવામા આવી રહ્યા છે.વારંવાર મીડિયામાં બતાવવામાં આવી રહ્યું છે પણ આ બાબતે ધાનેરાના અધિકારીઓ નિરસ રહેતા આ સો-મીલ માલિકોને લીલા વૃક્ષોનો છેદન કરવાનો મોકો મળી ગયો છે. હવે જોવાનું એ રહ્યું કે ધાનેરા મામલતદાર અને વનવિભાગ આવા સો-મીલ માલિકોની વિરુદ્ધ કયારે પગલાં ભરે છે ?

શેર કરવા અહીં ક્લિક કરો.