ધાનેરા અગ્રવાલ રેલ્વે પુલ પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારુની પેટીઓ નંગ-૨૫ તથા છુટક બોટલ નંગ-૧૨૮ મળી કુલ બોટલ નંગ-૧૩૨૮ કિ.રૂ.૧,૪૦,૦૦૦/- તથા સ્વીફ્ટ ગાડી કિં.રૂ. ૪,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૫,૫૦,૦૦૦/- નો મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી લેવાયા હતા. પોલીસ મહાનિરીક્ષક શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ સરહદી રેન્જ ભુજ કચ્છ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી તરૂણકુમાર દુગ્ગલ સાહેબ નાઓની સુચના અન્વયે હાલમાં પોલીસ મહાનિર્દીશક સા.શ્રી ગુજરાત રાજ્ય નાઓએ આપેલ પ્રોહી ડ્રાઇવ અનુસંધાને જીલ્લા માંથી દારૂની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સારૂ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.કે.વાળા સાહેબ થરાદ વિભાગ થરાદ નાઓના માર્ગદર્શન મુજબ આજરોજ અમો એસ.એ.ડાભી પોલીસ ઇન્સ્પેકટર તથા રાસેંગભાઇ ખાનાભાઇ હેડ.કોન્સ તથા અ.પો.કો ખુમાભાઇ વાઘાભાઇ તથા અ.પો.કો રમેશભાઇ સવજીભાઇ વિગેરે પો.સ્ટાફના માણસો સાથે નેનાવા ચેક પોસ્ટ ઉપરથી ભારતીય બનાવટનો વિદેશી દારુની પેટીઓ નંગ-૨૫ તથા છુટક બોટલ નંગ-૧૨૮ મળી કુલ બોટલ નંગ-૧૩૨૮ કિ.રૂ.૧,૪૦,૦૦૦/- તથા સ્વીફ્ટ ગાડી કિં.રૂ. ૪,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૫,૫૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે (૧) રત્નારામ થાનાજી જાતે રબારી રહે. સાંચોર રબારી કા ગોળીયા તા-સાંચોર જી.જાલોર (રાજસ્થાન) તથા (૨) નાગજીભાઇ છોગારામ જાતે ચૌધરી રહે.જૈલાતરા તા-સાંચોર જી.જાલોર (રાજસ્થાન)વાળાને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અહેવાલ : જયંતિ મેતિયા
Contribute Your Support by Sharing this News: