કોરોના મહામારી વચ્ચે ધાનેરા પંથકના રવિ ગામેથી આશાસ્પદ યુવકની નગ્ન હાલતમાં લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. ગામના પીકઅપ સ્ટેન્ડ નજીકથી નગ્ન હાલતમાં લાશ મળી હોવાની વાત વાયુવેગે પ્રસરી જતાં ગ્રામજનો સહિત લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. ઘટનાને લઇ ધાનેરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જીલ્લાના પાંથાવાડા નજીકના રવીગામે એક યુવકની નગ્ન હાલતમાં લાશ મળી આવી અનુમાન મુજબ યુવકને નગ્ન કરીને ગાડી પાછળ ઢસડવામાં આવ્યો હોય અને તેનુ મ્રુત્યુ નિપજાવીને હત્યારાઓ ફરાર થઈ જવા પામ્યા છે. આજે સવારે રવી ગામના પીકઅપ બસ સ્ટેન્ડ પાસે નગ્ન હાલતમાં મળી આવેલી લાશને લઇ હાલ અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. પ્રાથમિક તપાસમાં મૃતક રવિગામનો જ હોવાનું સામે આવ્યુ છે. ઘટનાને લઇ પરિવારજનો સહિતના ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. સમગ્ર મામલે પોલીસ ઘટના સ્થળ પહોચીને વધુ તપાસ હાથ ધરી છે.
અહેવાલ : જયંતિ મેતિયા
Contribute Your Support by Sharing this News: