દેશની સૌથી મોટી બેન્ક SBI માટે આવ્યા મોટાં સમાચાર

શેર કરવા અહીં ક્લિક કરો.

ગાંધીનગર: દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)એ નોન પર્ફોર્મિંગ એસેટ્સની ઊંચી જોગવાઈને કારણે માર્ચ ક્વાર્ટરમાં એટલે કે અંતિમ ક્વાર્ટરમાં રૂ.7,718.17 કરોડની ચોખ્ખી ખોટ નોંધાવી છે. એક વર્ષ અગાઉના સમાનગાળા દરમિયાન બેન્કે રૂ. 2,814.82 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. ડિસેમ્બર, 2017ના ત્રીજા ક્વાર્ટરમાં બેન્કની ખોટ રૂ. 2,416.37 કરોડ હતી તે હવે વધીને રૂ.7,718.17 કરોડ થઈ ગઈ છે.બેન્કે તેની નિયમનકારી ફાઈલિંગમાં આપેલી માહિતી અનુસાર જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં બેન્કની કુલ આવક વધીને રૂ.68,436.06 કરોડ થઈ હતી જે, એક વર્ષ અગાઉના સમયગાળામાં રૂ.57,720.07 કરોડ હતી. SBIએ ડિસેમ્બર-માર્ચ 2018ના કવાર્ટરમાં થયેલા નુકસાન માટે ત્રણ મોટા કારણ બતાવ્યા છે. જેના અનુસાર, ટ્રેડિંગમાં ઓછી આવક અને બોન્ડ તેમજ માર્કેટ ટુ માર્કેટ ખોટના કારણે આ કવાર્ટરમાં ચોખ્ખા નુકસાન તરફ ધકેલી ગયું છે. બેન્કે કહ્યું કે, આ કવાર્ટરમાં NPA વધવાને કારણે પ્રોવિઝનિંગ વધારે થઈ છે. બેન્ક તરફથી ચોથા કવાર્ટરમાં વ્યાજથી થનાર કમાણીમાં 5.18 ટકાનો ઘટાડો થયો છે જે 19,974 કરોડ પર પહોંચી ગઈ છે, જે અગાઉ રૂ. 21,056 કરોડ હતી. ચોથા ક્વાર્ટરમાં બેન્કની ગ્રોસ NPA વધીને 10.91 ટકા થઈ હતી જે, એક વર્ષ અગાઉના સમાનગાળા દરમિયાન માત્ર 6.90 ટકા જ હતી. બેન્કની નેટ NPA પણ વધીને 5.73 ટકા થઈ હતી જે, એક વર્ષ અગાઉના સમાનગાળા દરમિયાન 3.71 ટકા હતી. બેન્કના અનુસાર, કમાણીના હિસાબે જોવામાં આવેતો 2016-17માં ચોથા કવાર્ટરમાં 7,434 કરોડ હતી જે 2017-18માં 8,430 કરોડ પર પહોંચી ગઈ છે. જેમાં વાર્ષિક હિસાબે જોવામાં આવેતો તેમાં 13.40 ટકાના વધારો થયો છે. આજે બપોર પછીના ટ્રેડિંગમાં BSE પર SBIના શેરનું 3 થી 5 ટકાના ઉછાળા સાથે રૂ.257.85ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે 254.15ના ભાવે બંધ થયો છે.

શેર કરવા અહીં ક્લિક કરો.