દાંતીવાડા કુચાવાડા પાંથાવાડા હાઈવે રાજસ્થાનને જોડતો રસ્તો હાલમાં એકદમ બિસ્માર હાલતમાં છે ત્યારે આ રોડ પર રાજસ્થાન તરફથી હજારો વાહનો ની અવર જવર રહે છે. આ રોડ પર દાંતીવાડા તત્ર રસ્તા પાસે રોડ સાઈડ માં મોટો ખાડો પડેલ છે. ભાકોદર પાસે ભયાનક પુરમાં રસ્તાની પ્રોક્ટસન વોલ તુટી ગઈ હતી. પરંતુ તંત્ર દ્વારા ક્યારેક ક્યારેક મરામત કામગીરીમાં માત્ર મેટલ અને ડામરના છુટા છવાયા થીંગડા મારી રોડ રીપેરીંગ કર્યો છે. તેવો આત્મસંતોષ મનાવી લેવામાં આવતો હોય તેવું સ્પષ્ટપણે જણાઇ રહ્યું છે. આ સ્ટેટ હાઇવે રોડ પરની સાઇડોની આજુબાજુમાં પણ માટીપુરાણ વ્યવસ્થિત નહીં હોવાથી મોટર સાયકલ સ્લીપ થઇ પડી જવાનો ભય રહે છે. મરામતની જગ્યાએ  તંત્ર અને કોન્ટ્રાક્ટ મીલી ભગત થી વળાંક વાળા રસ્તા અકસ્માતની રાહ જોવાઈ રહ્યા છે. ભાકોદર ગામ પાસે ભયાનક એસ આકાર નો વળોક પર પ્રોટેક્શન દિવાલ બનાવવામાં આવી હતી. જે ૨૦૧૭ના ભયાનક પુર માં પ્રોટેક્શન દિવાલ ધરાશાયી થઇ ગઈ હતી. પરંતુ માત્ર રોડ પાસે માટી ના ઠગ ખડકીને સંતોષ માન્યો હતો. પરંતુ માટીના ઢગના કારણે ભયાનક વળાકના કારણે અકસ્માત નોતરે તેવી શક્યતા દેખાઈ રહ્યા છે. પરંતુ હજું સુધી આર એન બી દ્વારા પ્રોટેક્શન દિવાલની મરામત માટીના ઢગના સમતળ કરવાની ફુરસદ પણ મેળવી નથી. વાહન ચાલકો ભોગ બની ચુક્યા છે. પરંતુ આર.એન.બી.રોડ વિભાગના અધિકારીઓ ધોર નિદ્રાના લીધે છેલ્લા કેટલાય સમયથી તૂટેલ હાલતમાં છે. ત્યારે આ બાબતે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આ બાબતની ગંભીરતાને લઈ તાત્કાલિક  રીપેર કરવામાં આવે એવી સ્થાનિક લોકોની માંગ છે.
અહેવાલ : જયંતિ મેતિયા
Contribute Your Support by Sharing this News: