અમીરગઢ તાલુકામાં કોરોનાઅે દસ્તક દેતા અમીરગઢનું વહીવટી તંંત્ર ધારાસભ્યના ગામમાં દોડી જઇ ધારાસભ્યના પરિવાર ને તપાસ કરી જરૂરિયાત વાળા વિસ્તારને કન્ટેનમેટ જાહેર કર્યો છે. મળતી માહિતી અનુસાર કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીને કોરોના પોઝિટિવ આવતા અમીરગઢ નું તંત્ર હવે દોડતું થઈ ગયું છે
દાંતાના ધારાસભ્ય અને ઘોઘુગામના વતની કાંતિભાઈ ખરાડીને કોરોના પોઝિટિવ આવતા અમીરગઢનું આરોગ્ય  તંત્ર, મામલતદાર અને સમગ્ર  વહીવટી તંત્ર તાત્કાલિક ધોરણે ધારાસભ્યના ગામમાં સમગ્ર કાફલો દોડી ગયો હતો ત્યારે કોંતિભાઈ ખરાડી કોરોના પોઝિટિવ છે અને તેઅો હાલ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તેવુ અમીરગઢ તાલુકાના હેલ્થ ઓફિસર બી.વી.મહેતા એ મીડિયા સમક્ષ જણાવ્યું હતું. ત્યારે આ બાબતે વધુ લોકો સંક્રમિત ન થાય એ માટે આરોગ્ય કર્મચારીઓઅે ધારાસભ્યના પરિવારને પણ તપાસ કરવાની તજવીજ હાથ ધરી હતી. વહીવટી તંત્રઅે ખરાડી વિસ્તારને કન્ટેનમેટ એરીયા જાહેર કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અમીરગઢ તાલુકામાં અગાઉ પણ ધારાસભ્યના વિસ્તારોમાં ફરજ બજાવતા એક આરોગ્ય કર્મીને કોરોના પોઝિટીવ આવ્યો હતો ત્યારે આજે ફરીવાર અમીરગઢ તાલુકામાં બીજો કેસ કોરોના પોઝિટિવ ખુદ ધારાસભ્યને થતા અમીરગઢ તાલુકાની પ્રજામાં ભયનો માહોલ સર્જાયો છે.
અહેવાલ : જયંતિ મેતિયા
Contribute Your Support by Sharing this News: