બનાસકાંઠા જિલ્લાના થરાદથી સાંચોર તરફ જઇ રહેલ ટ્રેલર આજે વહેલી સવારે પરથી ખાઇ જતાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ ટ્રેલર વચ્ચેથી છુટું પડી જતાં પલટી ખાઇ ગયું હતું. જો કે મોટી દુર્ઘટના ટળી જતાં સૌએ હાશકારો લીધો હતો.
બનાસકાંઠા જિલ્લામાં લોકડાઉન બાદ અનલોક જાહેર થતાં જ રસ્તાઓ પર વાહનોની અવર જવર વધતાં અકસ્માતોની વણથંભી વણજાર મંડાણી છે. જેમાં રોજબરોજ જીવલેણ અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે. ત્યારે આજે થરાદ સાંચોર હાઇવે પર ટ્રેલર ગાડી પલટી ખાઈ જતાં ભારે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર થરાદથી સાંચોર તરફ જઈ રહેલ ટ્રેલર આજે વહેલી સવારે પલટી ખાઈ ગયું હતું. ભોરોલ ત્રણ રસ્તા પાસે જૈન મંદિરની બાજુમાં આ ટ્રેલરે અચાનક પલટી મારી હતી. જેમાં ટ્રેલર વચ્ચેથી છૂટી પડી જતાં પલટી ખાઇ ગયું હોવાનું જાણવા મળ્યું હતું. જો કે વહેલી સવારે બનેલા બનાવમા મોટી દુર્ઘટના થતા ટળી ગઈ હતી જેને પગલે સૌએ હાશકારો અનુભવ્યો હતો. આ બનાવમાં ડ્રાઈવર અને કન્ડક્ટરનો પણ આબાદ બચાવ થયો હતો.
અહેવાલ : જયંતિ મેતિયા
Contribute Your Support by Sharing this News: