બનાસકાંઠા જિલ્લાના થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત દ્વારા રાજ્યના વિવિધ પોલીસ અધિકારીઓના ગ્રેડ પે વધારવાની માંગ સાથે ગુજરાત પોલીસ વડા મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને રજુઆત કરી છે. સાથે સાથે સસ્પેન્ડ થયેલા અધિકારીઓને ફરજ પર પરત લેવાનો સમયગાળો નક્કી કરવાની પણ માંગ કરાઇ છે.
રાજ્યમાં શિક્ષકો દ્વારા ગ્રેડ પે વધારવાની માંગ સાથે કરવામાં આવેલ માંગ બાદ હવે પોલીસ અધિકારીઓના ગ્રેડ પે ની પણ માંગ ઉઠવા પામી છે. આ બાબતે થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત દ્વારા રાજ્યના મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રી અને રાજ્ય પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે ગુજરાતના અન્ય જિલ્લામાં કે અન્ય રાજ્યમાં તપાસ કે બંદોબસ્તમાં જતાં પોલીસ કર્મચારીઓને સરકારી વાહન તથા તમામ સુવિધા આપવામાં આવે. તેમના ભથ્થા ડાયરેક્ટ તેમના ખાતામાં જમા કરાવવામાં આવે. સસ્પેન્ડ થયેલ અધિકારીઓને ફરજ પર પરત લેવાનો સમયગાળો નક્કી કરવામાં આવે. રાજ્યમાં ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવામાં આવે તથા સાતમાં પગાર પંચ મુજબ તમામ કર્મચારીઓનો પગાર તાત્કાલીક ચુકવણું કરવામા આવે. દરેક પોલીસ કર્મચારીઓની દર ત્રણ વર્ષે બદલી ના કરતાં પોતાના વતનના જિલ્લામાં આંતરિક બદલી કરવામાં આવે. તથા અમુક કર્મચારીઓની નોકરીનો સમયગાળો પૂર્ણ ન થયો હોવા છતાં પણ કોઇ જ કારણ આપ્યા વગર તેમની બદલી કરવામાં આવે છે જેના કારણે તેમના પરિવારને આર્થિક તેમજ માનસિક તકલીફ પડતી હોય છે જેનું પણ નિરાકરણ લાવવામાં આવે આવી કેટલીક માંગ સાથે ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
અહેવાલ : જયંતિ મેતિયા
Contribute Your Support by Sharing this News: