નવી દિલ્હી, 25 મે (હિ.સ.) તુર્કીમાં છેલ્લા 24 કલાકમાં કોરોના ચેપના 1100 થી વધુ નવા કેસ નોંધાયા છે. 30 થી વધુ નવા મોત પણ થયા છે. આરોગ્ય પ્રધાન ફહાર્તીન કોકાએ આ માહિતી આપી છે.

કોકાએ રવિવારે રાત્રે ટ્વિટર પર લખ્યું હતુ કે,” તુર્કીમાં કોરોનાથી સંક્રમિત કેસની સંખ્યા, હવે વધીને 1,56,827 થઈ ગઈ છે. તેમાંથી, છેલ્લા 24 કલાકમાં 1141 નવા કેસ નોંધાયા છે, અને રવિવારે 32 મૃત્યુ સહિત કોરોના મૃત્યુની સંખ્યા 4340 થઈ છે.

આરોગ્ય પ્રધાનના જણાવ્યા અનુસાર, લગભગ 1,18,700 લોકો કોરોનાથી સાજા થયા છે, તેમાંથી 1000 થી વધુ લોકો રવિવારે સ્વસ્થ થયા છે.

રવિવારે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન અને ઈરાની સમકક્ષ હસન રુહાનીએ જમીન અને હવાઈ સરહદો ફરીથી ખોલવાની વાત કરી હતી. રુહાનીએ, એર્દોગને કહ્યુ કે,” હાલના સમયને ધ્યાનમાં રાખીને ધંધા અને અન્ય માલ વ્યવહાર ફરીથી શરૂ કરવો એ હવે એક જરૂરિયાત બની ગઈ છે.”

કોકા અનુસાર, શુક્રવારે તુર્કીમાં 24 કલાકમાં કોરોના ચેપના 952 નવા કેસ નોંધાયા હતા. જે 25 માર્ચ પછી એક જ દિવસમાં નોંધાયેલા સૌથી ઓછા કેસ છે. શુક્રવાર સુધીમાં, તુર્કીમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 1,54,500 હતી અને મૃત્યુની સંખ્યા 4276 હતો. શનિવારે ચેપ લાગવાની કુલ સંખ્યા 1,55, 686 થઇ હતી અને મૃત્યુઆંક 4308 હતો.

નોંધનીય છે કે, વૈશ્વિક સ્તરે કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 54 લાખથી વધુ થઈ ગઈ છે અને 3 લાખ 44 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.

Contribute Your Support by Sharing this News: