તળાવો ઉંડા કરવામાં જનભાગીદારી-ઓ.એન.જી.સી દ્વારા જિલ્લામાં ૨૨ તળાવો ઉંડા કરાશે..

શેર કરવા અહીં ક્લિક કરો.

તળાવો ઉંડા કરવામાં જનભાગીદારી-ઓ.એન.જી.સી દ્વારા જિલ્લામાં ૨૨ તળાવો ઉંડા કરાશે મહેસાણા જિલ્લાના મોટપ તળાવ ઉંડુ કરવાની કામગીરીને ખેડૂતોને વ્યાપક પ્રતિસાદ.

રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ સુજલામ સુફલામ જળ સંચય અભિયાન દેશનું સૌથી મોટુ જળસંચય અભિયાન બની રહ્યુ છે. રાજ્યભરમાં સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ તેમજ સરકારના વિવિધ વિભાગોના સહયોગથી સમગ્ર રાજ્યમાં તળાવો ઉંડા કરવા, નદીઓને પુન:જીવિત કરવી, નર્મદા યોજનાની કેનાલોની સફાઇ, ચેકડેમોની સફાઇ જેવી જળસંચયની કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજ્યભરમાં જળસંચય અભિયાનને વ્યાપક આવકાર મળી રહ્યો છે.
મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના મોટપ ગામે તળાવને ઉંડુ કરવાની કામગીરીને પણ આ વિસ્તારના ખેડૂતોનો વ્યાપક પ્રતિસાદ સાંપડી રહ્યો છે.ઔધોગિક જાહેર એકમ ઓ.એન.જી.સીની કંપનીઓની સામજિક જવાબદારીના ભાગ રૂપે જિલ્લામાં ૨૨ તળાવો ઉંડા કરવાનો પ્રારંભ કરાયો છે.

સાસંદશ્રી જયશ્રીબહેન પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના જળઅભિયાનમાં જનભાગીદારી જોડાઇ રહી છે. સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવો ઉંડા થતાં તળાવમાં જળસંગ્રહ શક્તિમાં વધારો થવા સાથે ખેડૂતોની ખેતીને સુધારશે

ઓ.એન.જી.સી એસેટ મેનેજર વી.જે.પંડ્યાએ જણાવ્યું હતું કે  રાજ્ય સરકારના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં ઓ.એન.જી.સી સહભાગી બની છે.બેચરાજી,જોટાણા અને ચાણસ્માના ૩૦ તળાવો  ઉંડા કરવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે.તળાવોની ૧૮ મીટર ઉંડાઇ વધારી ૨૦ મીટર કરી અંદાજીત ૪૮,૦૦૦ ક્યુબીક ઘનમીટર માટી નીકાળવાનો પ્રારંભ કરાયો છે.તળાવોની ઉડાઇ વધવાથી જળસ્તર ઉંચા આવશે અને જેનો સીધો લાભ ખેડુતોને મળશે તેમ જણાવ્યું હતું

જળ અભિયાનથી તળાવ ઉંડુ કરવાની કામગીરીથી ખેડૂતોને બેવડો ફાયદો થઇ રહ્યો છે. તળાવની જળસંગ્રહ શક્તિ વધશે તેની સાથે ખોદકામ દરમિયાન નીકળતી ફળદ્રુપ માટી ખેડૂતો ટ્રેકટરો મારફત પોતાના ખેતરમાં લઇ જાય છે. જેથી જમીનની ફળદ્રુપતા વધશે તેવો વિશ્વાસ ઉપસ્થિત ખેડુતોએ વ્યક્ત કર્યો હતો

કાર્યક્રમમાં પુર્વગૃહમંત્રી રજનીકાન્ત પટેલ,જિલ્લા કલેકટર એચ.કે.પટેલ સહિત મહાનુંભાવો ઉપસ્થિત રહ્યા હતા

 

શેર કરવા અહીં ક્લિક કરો.