ડીસામાં રાશન ખરીદવા નહિ પરંતુ પાન મસાલાની ખરીદી કરવા લાઈનો લાગી : સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ

ગમ્યું તો આગળ શેર કરો.

આ લાંબી લાઈનો રાશન લેવા માટે નહીં પણ તમાકુ અને ગુટખા લેવા માટે લગાવીને લોકો ઉભા છે લોકડાઉન દરમિયાન તમાકુ અને ગુટખા વેચતાં વેપારીઆ ને ઘી કેળા થયા હતા અને લાખો રૂપિયા કમાઈ લીધા હતા ત્યારબાદ તેના વેચાણની છૂટ આપવામાં આવતા ખરીદી માટે લોકો ભારે પડાપડી કરી રહ્યા છે.
ડીસામાં પણ અનેક લોકો તમાકુની ખરીદી કરવા જતાં સોસીયલ ડિસ્ટન્સ ભૂલી ટોળા સ્વરૂપે એકઠા થેયેલા જોવા મળ્યા હતા. પરિણામે પરિસ્થિતિ વિકટ બની જવા પામી હતી. ડીસાના સુભાસ ચોક વિસ્તારમાં આવેલી તમાકુની દુકાનો ઉપર વહેલી સવારથી જ ટોળા સ્વરૂપે લોકો ભેગા થઈ જતા આસપાસ રહેતા લોકોમાં પણ ભારે નારાજગી જોવા મળી હતી અને આ મામલે તંત્ર તાત્કાલિક ધોરણે પગલાં લે તેવી આસપાસના સ્થાનિક રહીશો અને વેપારીઓએ માગ કરી હતી. ડીસામાં દુકાનો અને બજારની સ્થિતિ જોતા લોકોને જાણે એમ લાગી રહ્યું છે કે કોરોના જતો રહ્યો છે પરંતુ લોકો દ્વારા રાખવામાં આવતી બેદરકારી કોઈ વાર મોટું જોખમ ઉભું કરી શકે તેમ છે ડીસામાં આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકો કોરોના વાયરસના ડર વગર ખરીદી કરતા અવારનવાર જોવા મળી રહ્યાં છે ત્યારે પોલીસ તંત્ર આવા વેપારીઓના ત્યાં જઈ કાર્યવાહી કરે તેવી માંગ સાથે ઉગ્ર જનમત સર્વત્ર પ્રવર્તી રહ્યો છે.

ગમ્યું તો આગળ શેર કરો.