ડીસાના ગવાડી વિસ્તારમાંથી એસ.ઓ.જી પોલીસે ૬ કિલો ૪૯૧ ગ્રામ ગાંજો ઝડપ્યો હતો. એસ.ઓ.જી એ રોકડ તેમજ ગાંજાની કિંમત મળી ૮૭,૪૧૦નો મુદ્દામાલ સાથે એકની અટકાયત કરી લીધી હતી.
ડીસાના ગવાડી તીનબત્તી વિસ્તારમાં રહેતા ઇસ્માઇલ ઇબ્રાહિમભાઈ શેખના રહેણાક મકાનમાં ગાંજો પડ્‌યો હોવાની બાતમી મળતા સોમવારે એસ.ઓ.જીની ટીમે અચાનક રેડ કરી હતી. આ દરમ્યાન એસ.ઓ.જી.એ રેડ કરતા ઘટના સ્થળેથી ૬ કિલો ૪૯૧ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. જેથી એસ.ઓ.જી પોલીસે રોકડ ૨૪,૫૦૦ તથા ગાંજાની કિંમત ૬૪,૯૧૦ મળી કુલ ૮૭,૪૧૦નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. ઉપરાંત એસ.ઓ.જી. પોલીસે ઇસ્માઇલ ઈબ્રાહીમભાઈ શેખને ઝડપી લીધો હતો. બાદમાં એસ.ઓ.જી. પોલીસે આ શખ્સ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો.તે સહિતના સવાલોના જવાબો મેળવવાની તજવીજ હાથ ધરી હતી.
Contribute Your Support by Sharing this News: