ડીસાના ધારાસભ્યના જન્મદિવસે દાંતીવાડા ડેમનું પાણી બનાસ નદીમાં છોડવામાં આવ્યું

શેર કરવા અહીં ક્લિક કરો.
બનાસકાંઠા જિલ્લાના ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઇ પંડ્યાના જન્મદિવસ નિમિત્તે આજે દાંતીવાડા ડેમનું પાણી બનાસ નદીમાં છોડવામાં આવતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો હતો.
સમગ્ર રાજ્યમાં ચાલી રહેલી કોરોના વાયરસની મહામારી વચ્ચે લોકડાઉન દરમિયાન ખેડૂતોને પાણીના પણ વલખા મારવાનો વારો આવ્યો હોય પાકો સુકાઈ જવાની ભીતિ વચ્ચે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થવા પામ્યો હતો. સરહદી વિસ્તારના ખેડૂતો કેનાલમાં પાણી છોડવાની માંગ કરી રહ્યા હતા. આ બાબતે રજૂઆતો પણ કરવામાં આવેલી છે. જો કે આજે ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઇ પંડયાના જન્મદિવસ નિમિત્તે દાંતીવાડા ડેમનું પાણી બનાસ નદીમાં છોડવામાં આવતા ખેડૂતોને રાહત મળી હતી. ધારાસભ્ય શશિકાંતભાઈના જન્મદિવસ નિમિત્તે તેમના હસ્તેથી ખેડૂતો માટે આ પાણી છોડવામાં આવ્યું હતું. જેના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે લોકડાઉન દરમિયાન ખેડૂતોના ઉભા પાકો સુકાઈ ન જાય તે માટે ખેડૂતો દ્વારા બનાસ નદીમાં ડેમનું પાણી છોડવા માટે અગાઉ પણ માંગ કરવામાં આવી હતી. ત્યારે આજે ધારાસભ્યના જન્મદિવસ નિમિત્તે તેઓને ધારાસભ્યઅે જાણે ભેટ આપી દીધી હોય તેમ પાણી આપતા ખેડૂતોમાં આનંદની લહેર પ્રસરી જવા પામી છે.
અહેવાલ : જયંતિ મેતિયા
શેર કરવા અહીં ક્લિક કરો.