ડિસેમ્બર માસથી મહેસાણા પાલિકા વિસ્તારના એ.પી.એલ ગ્રાહકોને કેરોસીન મળશે નહિ

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણા

રાજ્યમાં અન્ન નાગરીક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ દ્વારા રાજ્યમાં પીડીએસથી કેરોસીનમાં બીજા તબક્કામાં રાજ્યના તમામ જિલ્લાના મુખ્ય મથકોમાં એ.પી.એલ કટેગરીના કેરોસીન રેશનકાર્ડ ધારકોને ૦૧ ડિસેમ્બર ૨૦૧૮ થી કેરોસીનનો જથ્થો બંધ કરવાનો નિર્ણય કરાયો છે.

સરકારશ્રીના આ નિર્ણયને પગલે મહેસાણા જિલ્લાના મુખ્ય મથક મહેસાણા નગરપાલિકા વિસ્તારના એ.પી.એલ કેટેગેરીના કાર્ડઘારકો કે જેઓ હાલમાં રાહતદરનું કેરોસીન મળેવતા હોય તેવા તમામ કાર્ડ ધારકોને ડિસેમ્બર ૨૦૧૮થી કેરોસીનનો જથ્થો આપવાનું બંધ કરવાનો નિર્ણય કરાયેલ છે.

મહેસાણા પાલિકા વિસ્તારના તમામ નોનગેસ એ.પી.એલ કાર્ડ ધારકોએ સ્વૈચ્છિક રીતે એલ.પી.જી અથવા પી.એન.જી જોડાણ નવેમ્બર ૨૦૧૮ સુધીમાં મેળવી લેવાનું રહેશે તેમ જિલ્લા કલેકટર અને જિલ્લા પુરવઠા અધિકારી મહેસાણાની સંયુક્ત અખબારી યાદીમાં જણાવાયું છે.

 

શેર કરવા અહીં ક્લિક કરો.