અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં એક સગીરાના અપહરણનો પ્રયાસ કરાયો છે.

ટ્યુશનથી ઘરે પરત જતી સગીરાનું કારમાં આવેલ ત્રણ શખ્સોએ અપહરણ કર્યું હતું, પોતાની સૂઝબૂઝથી સગીરાએ કારમાંથી ઝંપલાવી દીધું હતું, જેથી તેનો બચાવ થયો હતો.

અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં એક સગીરાના અપહરણનો પ્રયાસ કરાયો છે. ટ્યુશનથી ઘરે પરત જતી સગીરાનું કારમાં આવેલ ત્રણ શખ્સોએ અપહરણ કર્યું હતું, પોતાની સૂઝબૂઝથી સગીરાએ કારમાંથી ઝંપલાવી દીધું હતું, જેથી તેનો બચાવ થયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, જુહાપુરામાં રહેતા 14 વર્ષીય સગીરા ગઈકાલે સાજે 7.45ની આસપાસ ટ્યુશન ક્લાસમાંથી ઘર તરફ જઈ રહી હતી. ત્યારે જુહાપુરાના રોયલ અકબર ટાવર પાસે એક કાર અચાનક આવી ચઢી હતી, જેમાં બેસેલા ત્રણ શખ્સોએ સગીરાને કારમાં ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સગીરા પોતાની સમજદારીથી તરત કારમાંથી ભાગી છૂટી હતી. તેણે પોતાને બચાવવા માટે ચાલુ કારમાંથી જ કારનો દરવાજો ખોલ્યો હતો, અને કારમાંથી કૂદી ગઈ હતી. સગીરા કારમાંથી નીચે પડતા જ આસપાસના લોકો એકઠા થયા હતા અને અપહરણ કરનારાઓ નાસી છૂટ્યા હતા.

સગીરા ધોરણ-10માં ભણે છે. કારમાંથી નીચે પડતા સગીરાને ઈજા પહોંચી હતી, જેથી તેને સારવાર માટે વીએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે કે, આખરે કયા કારણોસર સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું. પોલીસે સીસીટીવીના આધારે અપહરણ કરનારાઓની શોધ શરૂ કરી છે.

Contribute Your Support by Sharing this News: