જળ એ જીવન છે પાણી પરમકૃપાળું પરમાત્માએ માનવ જાતને આપેલો મહામૂલો પ્રસાદ છે. મહેસાણા જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાનમાં ૬૬ ચેકડેમ ડીસીલ્ટીંગ, ૦૬ ચેકડેમ રીપેરીંગ અને ૧૪ કિમી લંબાઇની નહેરોની સાફસફાઇ કરવાનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત સતલાસણા તાલુકા સહિત જિલ્લામાં વિવિધ સ્થળોએ કામ શરૂ કરાયું છે.જિલ્લા કલેકટર એચ.કે.પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સુજલામ સુફલામ જળસંચયના વિવિધ કામો થઇ રહ્યા છે