જળવાયુ પરિવર્તનથી સૌથી વધારે નુકશાન ભારતને: રિપોર્ટ

ગમ્યું તો આગળ શેર કરો.

લંડન,તા.18
જળવાયુ પરિવર્તનથી સૌથી વધારે નુકશાન ભારતને થશે. ત્યારબાદ પાકિસ્તાન, ફિલિપીંસ અને બાંગ્લાદેશનો નંબર આવે છે. ગ્લોબલ બેંક એચએસબીસીએ જળવાયુ પરિવર્તનથી થનારા નુકશાનની લપેટમાં આવતા દેશોની યાદી જાહેર કરી છે. એચએસબીસીની હેડ ઑફિસ લંડનમાં છે. બેંકે ક્લાઈમેટ ચેન્જનાં કારણે ૬૭ વિકસિત, વિકાસશીલ અને સીમાવર્તી દેશોને થનારા સંભવિત નુકશાનનું તારણ કાઢ્યું છે.
તેના માટે ક્લાઈમેટ ચેન્જનાં ભૌતિક પ્રભાવો, મોસમમાં ફેરફારનાં કારણે થયેલી મોટી ઘટનાઓની સંવેદનશીલતા, ઉર્જા સંક્રમણનાં જોખમોનો ભય અને જળવાયુ પરિવર્તન સામે પગલું ભરવાની ક્ષમતાનાં માપદંડ બનાવવામાં આવ્યા. આ ૬૭માંથી દુનિયાનાં લગભગ એક તૃત્યાંશ દેશ, ૮૦ ટકા વસ્તી અને ૯૪ ટકા કુલ વૈશ્વિક ઉત્પાદનનો સમાવેશ થાય છે. એચએસબીસીએ રેન્કિંગ તૈયાર કરવા માટે દરેક ક્ષેત્રમાં આ દેશોનાં આંકડાઓની સરેરાશ નીકાળી. તેનાં પ્રમાણે, કેટલાક દેશોની સામે કેટલાક ખાસ ક્ષેત્રોમાં ઘણો ખતરો છે જ્યારે અન્ય દેશોની સામે ઓછો ખતરો છે.
એચએસબીસીએ રેન્કિંગમાં જે ચાર દેશો સામે સૌથી વધારે ખતરો રહેલો છે તેમાંથી ભારતનું કહેવું છે કે જળવાયુ પરિવર્તનનાં કારણે ખેતીની આવક ઘટી શકે છે, ખાસ કરીને અસિંચિત ક્ષેત્રોમાં જો તાપમાન વધાવનાં કારણે વરસાદ ઓછો થઈ જવાથી સૌથી વધારે અસર થશે. બીજી તરફ, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ફિલિપીન્સનાં સામે તોફાન અને પૂર આવવાનો ભયંકર ખતરો છે. એચએસબીસીએ કહ્યું કે પાકિસ્તાનની ગણતરી એવા દેશોમાં થાય છે જે દેશોમાં ક્લાઈમેટ ચેન્જ થવાનાં ખતરા સાથે લડવાની સૌથી ઓછી વ્યવસ્થા છે.

SHARE

Facebook
Twitter
ગમ્યું તો આગળ શેર કરો.
Not yet Participated?આજે જ તમારી જાહેરાત આપો અને જીતો ઇનામ

સોના અને ચાંદી ની અમૂલ્ય ભેટ મેળવો