બનાસકાંઠા જિલ્લાના છાપી હાઇવે પર આજે પાર્કિંગ મુદ્દે બોલાચાલી થતાં લઘુમતી સમાજના બે જૂથો બાખડી પડ્યા હતા અને મારામારી શરૂ થઈ જતાં પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ મામલો થાળે પડ્યો હતો.

પોલીસ ઘટના સ્થળે પહોંચી વાતાવરણ ડહોળાય નહીં તે માટે કાર્યવાહી હાથ ધરી
બનાસકાંઠા જિલ્લાના છાપી હાઇવે પર આજે પાર્કિંગ મુદ્દે બોલાચાલી થતાં લઘુમતી સમાજના બે જૂથો બાખડી પડ્યા હતા અને મારામારી શરૂ થઈ જતાં પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ મામલો થાળે પડ્યો હતો.
ઉપરોકત બનાવ અંગે સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના છાપી હાઇવે પર આજે બનેલી આ ઘટનાની વિગત એવી છે કે પાર્કિંગના મુદ્દે એક જ સમુદાયના બે જૂથો વચ્ચે બોલાચાલી થયા બાદ અચાનક મામલો બિચકતા મારામારી શરૂ થઈ ગઈ હતી. બનાવ અંગે જાણ થતાં જિલ્લાની પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બે જૂથોને સમજાવી મામલો થાળે પાડવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. આમ લઘુમતી સમાજના બે જૂથો પાર્કિંગના મુદ્દે બાખડતાં વાતાવરણ તંગ બન્યું છે ત્યારે પોલીસ દ્વારા વાતાવરણ વધુ ના બગડે તે માટે પ્રયત્નો હાથ ધર્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર વડગામ તાલુકાના છાપી હાઇવે પર પાર્કિંગના મુદ્દે એક જ સમુદાયના બે જૂથો વચ્ચે બોલાચાલી થયા બાદ અચાનક મામલો બિચકતા મારામારી શરૂ થઈ ગઈ હતી. બનાવ અંગે જાણ થતાં જિલ્લાની પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બે જૂથોને સમજાવી મામલો થાળે પાડવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. આમ લઘુમતી સમાજના બે જૂથો પાર્કિંગના મુદ્દે બાખડતાં વાતાવરણ તંગ બની ગયું હતું.

બીજા સાથે સમાચાર શેર કરો.