બનાસકાંઠામાં અેક તરફ કોરોનાની મહામારી દિવસેને દિવસે વધતી જાય છે. ત્યારે કલેકટર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું. છતાં છાપી નજીક સૂત્રોની માહિતી મુજબ બનાસકાંઠા એસ.પી.ની ટીમ અને એસઓજીની ટિમ નાઈટ પેટ્રોલિંગમાં નિકળ્યા હતા ત્યારે છાપી હાઇવે પર રજોસણા પાટીયા પાસે આવેલ હોટલના માલિકને હોટલમાં સોસિયલ ડિસ્ટન્ટનું પાલન ન કરતા અને પૂછપરછ કરતાં ગલ્લા તલ્લા કરી સંતોષકારક જવાબ ન આપતા અને હોટલમાં અને જીલ્લા કલેકટરના જાહેરનામાંનો ભંગ કરતા સામે આવતા એસ.ઓ.જી અે લાલ આંખ કરી હોટલ માલિક સામે ડિઝાસ્ટર એકટ અને સોસિયલ ડિસ્ટન્સ મુજબ ની ધારા મુજબનો ગુનો દાખલ કર્યો હતો. જો કે આ હોટલ પર અવાર નવાર લોકો વગર કામે બેસી રહેતા હોય છે અને મોડા સુધી હોટલ પણ ચાલુ રાખે છે. આ હોટલ માલિકોને કેમ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો કોઈ ડર નથી એ પણ એક સવાલ છે. હોટલ માલિક દ્વારા લોકોને માસ્ક કે સોસિયલ ડિસ્ટન્સનુ પાલન ના કરાવતા અને બિનજરૂરી લોકોને બેસાડી રાખતા લોકોને બિન જરૂરી બેસવાનો અડ્ડો બની ગયો હતો. એસ.ઓ.જી ની રેડ બાદ આવા લોકોમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. પોલીસ ની આવી સખત થયેલ કામગીરીથી લોકોમાં ખુશી જોવા મળી હતી. હવે જોવું રહ્યું કે આવનારા દિવસોમાં આવા હોટલ માલિકો સબક લઇને યોગ્ય કામગીરી કરશે કે કેમ ? એ તો સમય જ બતાવશે.