છત્રાલ: AXIS બેંકમાં ફાયરિંગ કરી 1 કરોડની લુંટથી ચકચાર

ગમ્યું તો આગળ શેર કરો.

કલોલ તાલુકાના છત્રાલ જીઆઇડીસી વિસ્તારની AXIS બેંકમાં 1 કરોડની લુંટ 

ગાંધીનગરના કલોલ તાલુકાના છત્રાલ જીઆઇડીસી વિસ્તારની AXIS બેંકમાં અજાણ્યા શખ્સોએ ફાયરીંગ કરી લુંટ કરવાની ઘટના સામે આવી છે. શનિવારે બપોરના સમયે બે અજાણ્યા લુંટારૂઓ ઘ્વારા અચાનક AXIX બેંકમાં ઘુસી ફાયરીંગ કરતા ભાગદોડ મચી ગઇ હતી. જયાં કેશિયરને ઇજાગ્રસ્ત કરી બેંકના 1 કરોડની લુંટ ચલાવી ફરાર થઇ જતા ચકચાર મચી ગઇ છે.

કલોલના છત્રાલ જીઆઇડીસી વિસ્તારની AXIS બેંકમાં શનિવારે ગ્રાહકોની ભીડ વચ્ચે લૂંટારૂઓ ઘુસી ગયા હતા. અગાઉ રેકી કરેલી હોવાથી ચોકકસ સમય પારખી અચાનક ફાયરીંગ શરૂ કર્યુ હતુ. જેના પગલે બેંક કર્મચારીઓ અને ગ્રાહકો ભયભીત થઇ નાસભાગ કરવા જતા લૂંટારૂઓ કેશિયર પાસે રહેલી 1કરોડ રૂપિયાની રોકડ રકમ લૂંટી છુમંતર થઇ ગયા હતા. ધોળા દિવસે બેંકમાં ધુસી લૂંટ ચલાવતા પંથકમાં ફફડાટનું વાતાવરણ બન્યુ છે. ઘટનાને પગલે પોલીસે સ્થળ ઉપર જઇ આગળની કાર્યવાહી શરૂ કરી છે.

ગમ્યું તો આગળ શેર કરો.