ચૈત્ર નવરાત્રી : આઠમે યજ્ઞમાં શ્રાીફળ હોમ્યા બાદ ઉપદ્રવ દૂર થશે

ગમ્યું તો આગળ શેર કરો.

સંવત્સર-૨૦૭૭નો પ્રારંભ, મા દુર્ગા નૌકા પર સવાર હોઇ સર્વસિદ્ધિ થશે

બુધવારે ચૈત્રસુદ એકમથી જગત જનનીની ઉપાસનાની ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થશે. કોરોનાના કહર વચ્ચે મંદિરોના કમાડ બંધ હોવાછતા માંઇ ભક્તો ભક્તિમાં લિન થશે. આઠમે યજ્ઞમાં કોરોનાના નામે શ્રાીફળ હોમવાથી કોરોનાનો ઉપદ્રવ દૂર થશે.

આજે બુધવારથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થશે. આ વર્ષે મા દુર્ગા નૌકા પર સવાર થઇ આવશે. જેનું તાત્પર્ય સર્વસિધ્ધી પ્રાપ્ત થશે. સંપૂર્ણ નવ દિવસની નવરાત્રી શુભ અને ખુશીનું પ્રતિક છે. સવારે ૧૧.૩૬ મિનિટથી બપોરના ૧૨.૨૪ કલાક સુધી કળશ સ્થાપના માટે શ્રોષ્ઠ મુહૂર્ત છે. નવરાત્રીમાં તન-મનથી નિર્મળ રહી વિચારોની શુધ્ધતા રાખવી આવશ્યક છે. કળશ સ્થાપનાથી કન્યા પૂજન સુધી ફળાહાર સાથે વ્રત કરવું જોઇએ. જે વ્યક્તિઓ નવરાત્રી દરમિયાન ફળાહાર સાથે વ્રતના કરી શકે એવા વ્યક્તિઓ સાંજે માતાજીની પૂજા-અર્ચન બાદ શાકાહારી ભોજન કરી શકે છે. પવિત્ર માટીમાંથી તૈયાર કરાયેલી વેદી પર કળશ સ્થાપના કરી જવ-ઘઉં વાવીને તેની ઉપર માટી પાથરી તાંબાના કળશની વિધિવત સ્થાપના કરવી. ત્યારબાદ ગણેશજી, નવગ્રહ સાથે નવદુર્ગાની મૂર્તિનું સ્થાપન કરી માતાજીનું ષોડશોપચાર પૂજન કરવું. નવરાત્રી દરમિયાન શ્રાીદુર્ગા સપ્તમી-દુર્ગા ચાલીસાના પાઠ સાથે પ્રત્યેક દિવસે માતાજીના નવ સ્વરુપોની ધાર્મિક-શાસ્ત્રોક્ત પરંપરા મુજબ પૂજા કરવી. આજે ચૈત્ર સુદ એકમથી હિન્દુ સંવતસર- ૨૦૭૭, શાર્વરી-ગુડી પડવો-ચેટીચાંડનો પ્રારંભ થશે.

નવરાત્રીમાં કન્યા પૂજનનો મહિમા

ચૈત્ર નવરાત્રીમાં કન્યા પૂજનનું મહત્વ વધુ છે. કન્યાઓને મા દુર્ગાનું સાક્ષાત સ્વરુપ માનવામાં આવે છે. ભક્તો પોતાના સામર્થ્ય અનુસાર મહાઅષ્ટમી તેમજ મહાનવમીના દિવસે કન્યા પૂજન કરી કન્યાને દેવી સ્વરુપે આસન પર બિરાજમાન કરાવી પૂજન કરી પકવાન જમાડી પગને સ્પર્શીને આશીર્વાદ મેળવી દક્ષિણા આપવી હિતાવહ છે.

ગમ્યું તો આગળ શેર કરો.