ચૈત્રી નવરાત્રીમાં મહાકાળી માતાજીનું મંદિર પાવાગઢના ઇતિહાસમાં પ્રથમ વખત બંધ રહ્યું, રસ્તાઓ સુમસામ

ગમ્યું તો આગળ શેર કરો.

આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે, ત્યારે પાવાગઢના ઇતિહાસમાં પ્રથમ વખત ચૈત્રી નવરાત્રીમાં મહાકાળી માતાજીનું મંદિર બંધ રહ્યું છે.લોકડાઉનને પગલે મહાકાળી માતાનું મંદિર બંધપાવાગઢમાં મહાકાળી માતાના દર્શને ચૈત્રી નવરાત્રીમાં દર વર્ષે પહેલા નોરતે દોઢ લાખ ભક્તો ઉમટી પડે છે, પરંતુ કોરોના વાઈરસના લોકડાઉનને પગલે મહાકાળી માતાનું મંદિર આજે બંધ છે. જેથી પાવાગઢના રસ્તા સુમસામ ભાસી રહ્યા છે. માચી તરફ જતા રસ્તા ઉપર બેરીકેટ ગોઠવીને રસ્તો સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે, રોપ વે પણ બંધ છે. જોકે પાવાગઢ ડુંગર પર રહેતા સ્થાનિક લોકો માટે સવારે એક કલાક અને સાંજે એક કલાક રસ્તો ખોલવામાં આવે છે.

ગમ્યું તો આગળ શેર કરો.