ચૂંટણી પરિણામના આગલા દિવસે સંદિગ્ધ બોટ ઝડપાતા તંત્ર થયું દોડતું

ગમ્યું તો આગળ શેર કરો.

આંધ્ર પ્રદેશમાં પોલીસે નેલ્લોર જિલ્લાના પન્નાપુડી પતૂરમાં એક સંદિગ્ધ બોટના જપ્ત કરી છે. આ બોટ અંગેની જાણ સ્થાનિક પોલીસને થતાં જ પોલીસ કાફલો દરિયા કાંઠે દોરી આવ્યો હતો. CRPCની ધારા 102 હેઠળ મામલો નોંધાયો હતો.મીડિયા રિપોર્ટના જણાવ્યા મુજબ, આ બોટ એકદમ ખાલી હાલતમાં મળી છે. જો કે, આ પ્રકારે અચાનક સંદિગ્ધ બોટ મળી આવતા સ્થાનિકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. આ બોટ અંગે પોલીસે સ્થાનિક લોકો સાથે વાતચીત કરી તો જાણવા મળ્યું કે, આ બોટ નજીક કોઇ વ્યક્તિ જોવા મળ્યું નહોતું. પોલીસનું કહેવું છે કે, આ બોટની નોંધણી શ્રીલંકામાં નોંધાયેલી છે.સ્થાનિક માછીમારોએ આ બોટ અંગેની જાણ નજીકના પોલીસ મથકે કરી હતી. ત્યારબાદ તાત્કાલિક અસરથી પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. જો કે, પોલીસનું માનવું છે કે, આ બોટ દ્વારા કેટલાક લોકો અહીં આવ્યા હોય અને આસપાસના વિસ્તારમાં કોઇનો આશરો લીધો હોય. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

ગમ્યું તો આગળ શેર કરો.
Not yet Participated?આજે જ તમારી જાહેરાત આપો અને જીતો ઇનામ

સોના અને ચાંદી ની અમૂલ્ય ભેટ મેળવો