ન્યુ દિલ્હી,તા.૬
રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલની અધ્યક્ષતામાં ત્રિ દિવસિય નાણાં નીતિની સમીક્ષા બેઠકના અંતે બુધવારે વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો છે. એમાં રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં ૦.૨૫ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. વધારો કરાયા પછી નવા રેપો રેટ ૬.૨૫ ટકા અને નવો રિવર્સ રેપો રેટ ૬ ટકા થઈ ગયો છે. રિઝર્વ બેંકમાં આ પગલાં પછી નવી લોન લેવાનું તો મોંધું થશે જ, પણ તમારી જૂની લોન પર પણ ઈસ્ૈં વધી જશે. માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી(સ્જીહ્લ)રેટ અને બેંક રેટને ૬.૫૦ ટકા કરાયો છે. મોદી સરકારે વર્ષ ૨૦૧૪માં સત્તા સંભાળ્યા પછી પહેલી વાર નીતિ ગત રેટમાં ફેરફાર કરીને રેપો રેટમાં વધારો કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે દ્ગડ્ઢછ ગર્વન્મેન્ટમાં રેપોરેટ ૬ ટકાની આસપાસ રાખવામાં આવતો હતો.

Contribute Your Support by Sharing this News: