ગૌતમ અદાણી જૂથને દેશના પાંચ એરપોર્ટ ( અમદાવાદ ઉપરાંત લખનઉ, જયપુર, મેંગલોર અને ત્રિવેન્દ્રમના) અપગ્રેડેશન અને સંચાલનનો કોન્ટ્રાક્ટ મળ્યો છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

એરપોર્ટ્સના ખાનગીકરણની ચાલી રહેલી પ્રક્રિયા વચ્ચે અમદાવાદના ગૌતમ અદાણી જૂથને દેશના પાંચ એરપોર્ટ ( અમદાવાદ ઉપરાંત લખનઉ, જયપુર, મેંગલોર અને ત્રિવેન્દ્રમના) અપગ્રેડેશન અને સંચાલનનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. અદાણી જૂથને આ કોન્ટ્રાક્ટ આગામી 50 વર્ષ માટે મળ્યો છે. AAI (એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા) તરફથી છ એરપોર્ટ્સના નવીનીકરણ અને સંચાલનની બીડ્સ પૈકી પાંચ એરપોર્ટ્સની બીડ અદાણી જૂથના ફાળે ગઈ છે.

અદાણી ગ્રુપે આ બીડ્સ જીતી લેતા હવે અદાણી જૂથ એવિએશન સેક્ટરમાં પ્રવેશ કરશે. બીડ્સ પ્રમાણે આગામી 50 વર્ષ સુધી અદાણી આ એરપોર્ટ્સનું સંચાલન કરી શકશે. સંચાલનની સાથે સાથે અદાણી જૂથ આ એરપોર્ટ્સનું નવીનીકરણ (અપગ્રેડેશન) પણ કરશે.

શેર કરવા અહીં ક્લિક કરો.