ગુજરાત હાઇકોર્ટ એ પશુઓ નાં નિકાસ સામે નૉ સ્ટે ઉઠાવી દેતા હવે પઁશુઓ નાં નિકાસ નૉ રસ્તો ખુલ્લો થયો.ગૌશાળા સંચાલકો અને પાંજરાપોળ નાં સંચાલકો સરકારે સામે આંદોલન કરવાનું નક્કી કર્યું

ગમ્યું તો આગળ શેર કરો.

ગુજરાત હાઇકોર્ટ એ પશુઓ નાં નિકાસ સામે નૉ સ્ટે ઉઠાવી દેતા હવે પઁશુઓ નાં નિકાસ નૉ રસ્તો ખુલ્લો થયો છે ત્યાંરે બનાસકાંઠા જીલ્લા નાં ગૌશાળા સંચાલકો અને પાંજરાપોળ નાં સંચાલકો સરકારે સામે આંદોલન કરવાનું નક્કી કર્યું છે સરકાર સુપ્રીમ કોર્ટ મા જઇને પણ પશુઓ નાં નિકાસ સામે પાં બંધી લાવી સકે છે. જો પશુઓ નાં નિકાસ સામે પાંબંધી નહીં આવે તો જલદ આંદોલન છેડવાનું નક્કી કર્યું છે.

ગુજરાત માંથી કંડલા પોર્ટ થી અબોલા પશુઓ ને આરબદેશ મા મોકલવાનું સરકાર દ્રારા નક્કી કરાયું હોવાનું અને હાઇકોર્ટ નૉ સ્ટે ઉઠી ગયા બાદ સરકાર સુપ્રીમ કોર્ટ મા ન જતા સરકાર સામે બનાસકાંઠા નાં પશુપાલકો સામે રોષ ભભૂકી ઉઠ્યો છે. આજે ડીસા ખાતે બનાસકાંઠા જીલ્લા નાં ગૌશાળા અને પાંજરાપોળ નાં સંચાલકો સહીત જીલ્લા નાં અગ્રણી એડવોકેટ ની બેઠક મળી હતી જેમાં સરકાર એ ચૂંટણી નૉ લાભ લેવા પશુઓ નાં નિકાસ નહીં કરવાની ખાતરી આપી હવે નીકાશ કરવા જઇ રહી છે ત્યાંરે સરકાર જો ગૌ પ્રેમીઓ નાં હીત મા નિર્ણય લેવા તૈયાર હોય તો સુપ્રીમ કોર્ટ મા પણ જઇ સકે છે. પરતું સરકાર જ્યારે અબોલા પશુઓ નાં નિકાસ માટે છૂટ આપી છે જેનો અમારો વિરોધ છે સાથે કોર્ટ નાં નિયમ નું પાલન પણ સરકાર કરે તેવી માંગ પણ કરી છે. પશુઓ ને લઇ જવાં જે વાહન મા કોર્ટ યે છૂટ આપી છે તેનાથી પણ વધું પશુઓ વાહન મા ભરી લઇ જવાઈ રહ્યાં છે. સરકાર યોગ્ય નિર્ણય નહીં લે તો સરકાર સામે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી .ભરત કોઠારી સંચાલક,કાંટ પાંજરાપોળ અને કિશોર દવે જીવદયાપ્રેમી એ ઉચ્ચારી હતી.

ડીસા મા મળેલી આ બેઠક મા બનાસકાંઠા જીલ્લા મોટા ભાગ નાં ગૌશાળા અને પાંજરાપોળ નાં સંચાલકો હાજર રહ્યાં હતાં અને તમામ એ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે ત્યાંરે કલેક્ટર ને આવેદનપત્ર આપી આગામી સમય મા આ આંદોલન ને ગાંધીનગર સુધી લઇ જવાની ચીમકી ઉચ્ચારી છે.

આજની બેઠક મા ભરતભાઈ કોઠારી,જાણીતા એડવોકેટ ગંગારામ પોપટ,ધર્મેન્દ્ર ભાઈ ફોફાણી, હિતેશભાઈ શાહ,અજયભાઈ પંડ્યા,કિશોરભાઈ દવે સહીત મોટી સંખ્યામાં ગૌશાળા નાં સંચાલકો અને પાંજરાપોળ નાં સંચાલકો તેમજ જીવદયા પ્રેમીઓ હાજર રહ્યાં હતાં.

ગમ્યું તો આગળ શેર કરો.